Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક પાછું વાળીને આવેલા બે શખ્સે કર્યાે કરતબઃ
જામનગર તા. ૧૫: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં એક કારખાનામાં મજૂરીકામ કરવા ઉપરાંત ત્યાં જ ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકના હાથમાંથી રાત્રિના સમયે બે બાઈકચાલક રૂ.ર૪ હજારનો મોબાઈલ ઝૂંટવી ગયા છે.
જામનગર નજીકના દરેડમાં આવેલા જીઆઈડીસી ફેસ-૩માં પ્લોટ નં.૩૭પ૧માં શિવ મેટલ નામના કારખાનામાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના જીગનીયા ગામના કોમલભાઈ સુલ્લીભાઈ જાટવ (ઉ.વ.ર૮) નામના શ્રમિક ગઈ તા.૧ની રાત્રે કારખાનાની બહાર ઉભા ઉભા મોબાઈલ જોતા હતા.
આ વેળાએ ત્યાંથી એક મોટરસાયકલ ડબલ સવારીમાં પસાર થયું હતું. તેમાં બેસેલા બે શખ્સે કોમલભાઈના હાથમાં મોબાઈલ જોયા પછી મોટરસાયકલના ચાલકે મોટરસાયકલ પાછું વાળ્યું હતું અને કોમલભાઈની બાજુમાં ચલાવ્યું તે દરમિયાન પાછળ બેસેલા શખ્સે આ શ્રમિકના હાથમાંથી ઓપો કંપનીનો એફ-રપ મોડલનો રૂ.૨૪ હજારની કિંમતનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તરત જ મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન ભગાડી મૂક્યું હતું. આ બાબતની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial