Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન ૩ ડીગ્રી ઊંચકાયું

ઉનાળાની રફ્તાર વચ્ચે એક જ દિવસમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં ઉનાળાના પગરવ થવાની સાથે જ દિન-પ્રતિદિન ગરમીમાં વધારો થતો જોવા મળે છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે આજે મહત્તમ તાપમાન ૩૬.ર ડીગ્રી નોંધાયું છે. એટલે કે એક જ દિવસમાં તાપમાનનો પારો ૩ ડીગ્રીથી વધુ ઊંચકાયો છે. લઘુતમ તાપમાન પણ નજીવા એક ડીગ્રીના વધારા સાથે રર ડીગ્રી નોંધાયું છે. પવનની ગતિમાં પણ વધારો થયો છે અને ૬.ર કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. આગામી સમયમાં તાપમાન વધવાની સંભાવનાને પગલે વાતાવરણમાં ઉકળાટ અનુભવાશે. એક જ દિવસમાં તાપમાનમાં ૩ ડીગ્રીથી વધુનો વધારો ઉનાળો આકરો રહેવાની ચેતવણી સમાન છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh