Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ સાથે વળતર ચૂકવવા કરાયો આદેશઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ મેડિક્લેઈમ મેળવ્યા પછી વળતરની રકમ ન ચૂકવનાર વીમા કંપની સામે ફોરમમાં ફરિયાદ કર્યા પછી ફોરમે વ્યાજ સાથે વળતરનો આદેશ કર્યાે છે.
જામનગરના કલ્પેશ જયંતિલાલ મહેતા નામના આસામીએ પોતાના પરિવાર માટે ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યા પછી તેમના પત્નીને અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેમાં થયેલા રૂ।.૪ લાખના ખર્ચનો ક્લેઈમ કરાયો હતો. વીમા કંપનીએ તે ક્લેઈમ રદ્દ કરતા ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૂ।.૩ લાખ ૩૦ હજાર છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને રૂ।.૧૫ હજાર માનસિક ત્રાસ-ફરિયાદ ખર્ચ પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial