Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટર તથા એસપીને લેખિતમાં રજૂઆતઃ
જામજોધપુર તા. ૧૯: જામજોધપુરના મેઘપર ગામમાં એક કંપની દ્વારા સરકારી ખરાબામાં પવનચક્કી ઉભી કરવા કાર્યવાહી કરાતી હોવાની રજૂઆત આ ગામના સરપંચે કલેક્ટર તથા એસપી સમક્ષ કરી કામ અટકાવવા માગણી કરી છે.
જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં એનટીપીસી કંપની દ્વારા રે.સ.નં.૧૫૧ તથા ૨૫૮માં સરકારી ખરાબાની જમીનમાં પવનચક્કી ઉભી કરવામાં આવી રહી છે. ગૌચરની જમીનના સર્વે નં.ર પરથી આ કંપનીના વિશાળ વાહનો અવરજવર કરી રહ્યા છે અને ગ્રામ પંચાયતની પણ મંજૂરી મેળવાઈ નથી. આ બાબતે મેઘપરના સરપંચ ભીખુભાઈ શીલુએ જિલ્લા કલેક્ટર, એસપીને રજૂઆત કરી છે.
વિશાળકાય વાહનોની સતત અવરજવરના કારણે આ વિસ્તારમાં અકસ્માતનો ભય ઉભો થયો છે. પવનચક્કી ઉભી કરવા ખોદાઈ રહેલા મોટા ખાડામાંથી નીકળતી માટી વેચી નાખવામાં આવી રહી છે. તલાટી મંત્રી કે સરપંચ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી અને કંપની દ્વારા ધાકધમકીઓ પણ અપાતી હોવાની રજૂઆત સરપંચે કરી ઉમેર્યું છે કે, જમીનના ખોદાણ માટે ફોડવામાં આવતા ટોટાના કારણે ઉડી રહેલા પથ્થર માનવ તથા પશુ માટે જીવલેણ બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial