Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં જિગ્નેશ દાદાની ભાગવત કથામાં ગોવર્ધન લીલામાં ભક્તો થયા મંત્રમુગ્ધ

ફલિયા પરિવારના ધર્મોત્સવમાં ધારાસભ્યો સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં 'શિવધામ' પટેલ વાડી, સરલાબેન આવાસ સામે, પોલીસ હેડક્વાર્ટર પાછળ, જેન્તિભાઈ નાથાભાઈ ફલિયા પરિવાર દ્વારા 'રાધે રાધે' તરીકે પ્રખ્યાત જિગ્નેશ દાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાના પાંચમા દિને ગોવર્ધન લીલા તથા છપ્પન ભોગ, મનોરથ સહિતના ઉત્સવો ઉજવવામાં આવ્યા હતાં. કથામાં પાંચમા દિને 'નોબત' પરિવારના ચેતનભાઈ માધવાણી, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ, જામ્યુકોના દંડક કેતનભાઈ નાખવા, જામનગર માર્કેટીંગ યાર્ડના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વજરંગભા માણેક, જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ મહામંત્રી કુમારપાલસિંહ રાણા, કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખ તથા સ્ટે. કમિટીના પૂર્વ ચેરમેન મનિષભાઈ કટારિયા, જામનગર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કાલાવડ ભાજપ અગ્રણી વલ્લભભાઈ સાંગાણી, જિલ્લા ભાજપ અગ્રણી ભરતભાઈ ફલિયા, કોર્પોરેટર પ્રવિણાબેન રૂપડિયા, સિંધી સમાજ પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી, રાજપૂત અગ્રણી એક્તાબા સોઢા, આહિર અગ્રણી નીતિનભાઈ માડમ, રઘુવંશી અગ્રણીઓ નીરજભાઈ દત્તાણી, બાદલભાઈ રાજાણી, હિતુલભાઈ કારિયા, અજયભાઈ કુંડલિયા, એડવોકેટ કમલેશભાઈ સોઢા, દિલીપભાઈ મામતોરા, મિતેષભાઈ પટેલ વગેરે અગ્રણીઓએ કથામૃતનું રસપાન કર્યું હતું. કથામાં પાંચમા દિને ગોવર્ધન લીલાનું દિવ્ય મંચન કરવામાં આવ્યું હતું. ગોવર્ધન પર્વતના મોડેલ સાથે પ્રભુની લીલા અને છપ્પન ભોગ મનોરથની ઝાંખીથી ભક્તો ભાવવિભોર અને મંત્રમુગ્ધ થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh