Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં માછીમારો તથા ડીઝલ લઈ જતાં રિક્ષાચાલકો પાસેથી 'બોણી' ઉઘરાવાઈ?

પોલીસે નવા વર્ષના ધનાધન શુકન કર્યાની ચર્ચાઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૨૮: ઓખામાં માછીમારો પાસેથી નવા વર્ષની બોણીના સ્વરૂપે પોલીસે ધનાધન શુકન કર્યા હોવાની ચર્ચા ઉઠી છે. તે ઉપરાંત ડીઝલ પરિવહન કરતા રિક્ષાચાલકોએ ધરારથી બોનસ ચૂકવવું પડ્યું હોવાની વાત વહેતી થઈ છે.

ઓખામાં પોલીસની કામગીરી પર અવારનવાર સવાલ ઉઠતા રહે છે. બુટલેગરો સાથે સાંઠગાંઠ હોય કે તાજેતરમાં વાયરલ થયેલા જુગારના કથિત અડ્ડાનો વીડિયો હોય કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠતા જ રહે છે ત્યારે દિવાળી પછી નવા વર્ષમાં પણ પોલીસે વિવાદની 'બોણી' કરી હોવાનો ગણગણાટ છે.

નવા વર્ષમાં બોણીરૂપે માછીમારો પાસેથી ઉઘરાણા કરવામાં આવ્યા હોવાની વાત વહેતી થઈ છે. આ અગાઉ પણ આવી કહેવાતી ઘટનાઓ ચર્ચિત બની છે. ત્યારે જિલ્લા પોલીસવડાના ઈન્સ્પેકશન સમયે આ મુદ્દો ગાજતા વાતાવરણ ગરમાયું છે.

માછીમારો પાસેથી સારી એવી રકમ નવા વર્ષની બોણીરૂપે ઉઘરાવાતી હોવાની મુખોમુખ ચર્ચા વચ્ચે પોલીસવડા આ પ્રકરણમાં તપાસ કરે એવી પણ માંગ ઉઠી છે. આ વર્ષાેની પ્રથા હોવાની પણ વાત ચાલી રહી છે ત્યારે આ સિસ્ટમના 'કુરીવાજ'ને નાબુદ કરવા પગલાંની આવશ્યકતા છે.

ઓખામાં માછીમારોને બોટમાં ડીઝલનો જથ્થો સપ્લાય કરતા અંદાજે દોઢસો જેટલા રિક્ષાચાલકોએ પણ પોલીસને દિવાળીનું 'બોનસ' ચૂકવવું પડ્યું હોવાની વાત વહેતી થઈ છે. રકમ પાંચ આંકડા સુધીની હોવાની ચર્ચાએ આ વાતને હોટ ટોપિક બનાવી દીધી છે ત્યારે સમગ્ર મુદ્દે ઉપલા સ્તરેથી તપાસ થાય એ ખૂબ જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh