Advertisement
Author: નોબત સમાચાર

મુસાફરખાના વકફના ભાડૂતોની અપીલ હાઈકોર્ટ દ્વારા રદ્દઃ વાર્ષિક વધારાને બહાલી

શહેરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલી ભાડૂતી જગ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના ત્રણબતી વિસ્તારમાં આવેલી મુસાફરખાનાની જગ્યાના ભાડૂતો પાસેથી વધુ ભાડુ મેળવવા કરાયેલી કાયદાકીય કાર્યવાહીમાં એક ભાડૂત દ્વારા હાઈકોર્ટમાં બે રીવીઝન અરજી કરવામાં આવી હતી. તે બંને અરજી અદાલતે રદ્દ કરી વાર્ષિક દસ ટકાના વધારાને બહાલી આપી છે.

જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલા હાજીમહંમદ અને હાજીહાસમ પીરમહંમદ મુસાફરખાનાના રાજ્ય વકફ બોર્ડ દ્વારા નીમવામાં આવેલા કારોબારી અધિકારી-વકીલ હાજી હસન ભંડેરીએ મુસાફરખાનાની જગ્યાના ભાડૂતો સામે કરેલા ખાલી કબજા માટેના દાવા અન્વયે ગાંધીનગર સ્થિત વકફ ટ્રિબ્યુનલે મુલ્લા બદરૂદ્દીન ઈબ્રાહીમના વારસદાર મનસુર બદરૂદ્દીન સામે મંજૂર થયેલા નવા ભાડા વધારવાના ઠરાવ અંગે મનસુર બદરૂદ્દીન દ્વારા રીવીઝન કરાઈ હતી. તે રીવીઝન ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે અને વકફ ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર કરવામાં આવેલા માસિક રૂ।.૩૫૦૦ તથા રૂ।.૧૫૦૦ના ભાડાને વાર્ષિક ૧૦ ટકાના વધારાને બહાલી આપી છે. મુસાફરખાના વકફ વતી હાજી હસન ભંડેરી તથા મકબુલ આઈ. મન્સુરી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh