Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકાણકારોને રૂ।. ૧૩ લાખ કરોડનો ફાયદોઃ ઈન્ટ્રાડે તેજીનો તીખારોઃ
મુંબઈ તા. ૮: આજે ભારતીય સમય મુજબ વહેલી સવારે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થતાં જ ભારતીય શેરબજારે છલાંગ મારી હતી અને સેન્સેકસ, નિફટીમાં ઉછાળો આવતા રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.
ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના અહેવાલ આવતા જ ભારતીય શેરબજારે ભારે છલાંગ લગાવી હતી. આજે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના પરિણામે સેન્સેકસ અને નિફટીએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેકસ ૨૭૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો છે, જ્યારે નિફટીએ પણ ઓપનિંગમાં જ ૮૦૦ પોઈન્ટનો જોરદાર વધારો નોંધાવ્યો હતો, જેમાં ઈન્ટ્રાડે તેજી જોવા મળી રહી છે.
આજે બુધવારે સવારે ખુલતા બજારની સાથે જ સેન્સેકસ તેના અગાઉના બંધ ૭૪,૬૧૬.૫૮ની સામે સીધો ૭૭,૨૯૦ના સ્તર પર પહોંચી ગયો હતો. માત્ર ગણતરીની સેકન્ડમાં જ તેની ગતિ તેજ થઈ હતી અને ૭૭,૩૯૨ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
બીજી તરફ નેશનલ સ્ટોક એકસચેન્જના નિફટીએ પણ માર્કેટ ખુલતાની સાથે જ ૮૦૦ પોઈન્ટનો જંગી ઉછાળો લીધો હતો. શેરબજારમાં આ 'ગ્રાન્ડ વેલકમ' પાછળનું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલ બે અઠવાડિયાનું યુદ્ધ વિરામ છે.
છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા ફેલાઈ હતી, જો કે, બે અઠવાડિયાના સીઝફાયરની સમજૂતી થતાં જ બજારમાંથી યુદ્ધનો ભય દૂર થયો છે. ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલી તેજીના કારણે ભારતીય બજાર માટે અગાઉથી જ પોઝિટિવ સંકેતો મળી રહ્યા હતા.
યુદ્ધ વિરામના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા આવવાની આશા જાગી છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે આર્થિક રીતે રાહતજનક સમાચાર છે. આ અચાનક આવેલી તેજીને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં ૧૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોના મત મુજબ જો વૈશ્વિક સંકેતો આવા જ પોઝિટિવ રહ્યા તો બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે. શેરબજારમાં તેજીનું એક કારણ સીઝફાયર થતા ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલો ઘટાડો પણ છે.
છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ ર૮૨૫ અને નિફ્ટિ ૮૪૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial