Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા નગરપાલિકા સંચાલિત
દ્વારકા તા. ૧૯: દ્વારકા નગરપાલિકા સંચાલિત પ્રિતમ વ્યાયામ મંદિરને માત્ર વ્યાયામવીરો માટે જ અનામત રાખવા પાલિકા સદસ્યે ભારપૂર્વક રજૂઆત કરી છે.
દ્વારકામાં નગરપાલિકા સંચાલિત પ્રિતમ વ્યાયામ મંદિર એકમાત્ર પુરૂષો માટેનું વ્યાયામ સ્થળ હોય, આ પરિસરને માત્ર વ્યાયામવીરો માટે અનામત રાખવા દ્વારકા નગરપાલિકાના સદસ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દ્વારકા નગરપાલિકાના વોર્ડ નં. ૨ ના સદસ્ય રામભા માણેક દ્વારા પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવેલ છે કે દ્વારકા શહેરમાં નગરપાલિકા સંચાલિત પુરૂષો માટે એકમાત્ર પ્રિતમ વ્યાયામ મંદિર આવેલું છે. આ વ્યાયામ સ્થળમાં દરરોજ તરૂણોથી લઈને સિનિયર સિટીઝન સહિતના સ્થાનીય લોકો શરીર સ્વાસ્થ્યને સુદ્રઢ રાખવા વ્યાયામ કરવા હેતુુ આવે છે. નગરપાલિકા દ્વારા આ વ્યાયામ સ્થળને કોમર્શિયલ હેતુ માટે આપવામાં ન આવે અને માત્ર ને માત્ર વ્યાયામવીરો માટે જ અનામત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તાજેતરમાં દ્વારકા નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ જનરલ બોર્ડની મિટિંગમાં પણ રામભા માણેક દ્વારા આ અંંગે મૌખિક સૂચન કરવામાં આવેલ, જેનું ઉપસ્થિત તમામ સભ્યોએ સમર્થન કરેલ. આ અંગે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખવેલ હોય, આગામી સમયમાં નગરપાલિકા દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવાશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial