Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીર હોવાના ઊભા કરાયા હતા પુરાવાઃ
જામનગર તા. ૧૫: જામનગરમાં એનડીપીએસના ગુન્હામાં ઝડપાયેલા આરોપીના સગીર હોવાના ખોટા પુરાવા બનાવી જામીન લેવડાવવા અંગેના કેસમાં અદાલતે રાયબરેલીના એક આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે થોડા વખત પહેલાં સાજીદ નામના શખ્સને ડ્રગ્સના કેસમાં પકડી પાડી જેલહવાલે કર્યાે હતો. આ શખ્સની જામીન અરજી માટે આ આરોપી સગીર હોવાના પુરાવા ઉભા કરવા સાજીદના પિતાએ રાયબરેલીના અનિલ રામગોપાલ શુકલાનો સંપર્ક કર્યાે હતો. અનિલે આ આરોપી સગીર હોય તેવા ખોટા પુરાવા રાયબરેલી જિલ્લા હોસ્પિટલ તથા પ્રિન્સ ઈન્ટરમીડીયેટ કોલેજમાંથી ઉભા કરી આપતા અને તે પુરાવા કોર્ટમાં રજૂ કરાતા અદાલતે આરોપી સગીર હોવાનું માની તેને જામીનમુક્ત કર્યાે હતો.
ત્યારપછી આ પુરાવા ખોટા હોવાનું અદાલતના ધ્યાનમાં આવતા તેની તપાસ માટે પોલીસને આદેશ કરાયો હતો. જેમાં પોલીસે આ પુરાવા ઉભા કરવામાં આવ્યા છે તેવો રિપોર્ટ કરતા અદાલતે જવાબદારો સામે ગુન્હો નોંધવા આદેશ કર્યાે હતો.
તે આદેશના પગલે અનિલ રામગોપાલ શુકલા સામે ગુન્હો નોંધાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, અદાલત સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે, અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી છે, તેથી આરોપીને સજા કરવી જોઈએ. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, રાયબરેલીમાં તપાસ કરનાર કે ફરિયાદી અથવા સાહેદ કોઈ ગયા નથી, તપાસ કરાઈ છે તેવો પુરાવો રેકર્ડ પર આવ્યો નથી, સગીર હોવાના પુરાવા આરોપીએ બનાવ્યા હોય તે પુરાવો પણ રેકર્ડ પર મુકાયો નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી અનિલનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial