Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૩૧: દ્વારકા નજીકના વરવાળામાં આર્થિક તંગીથી ઘેરાઈને જિંદગી વ્યતિત કરતા એક યુવાને ગઈકાલે ઘર પાસે આવેલા બાવળની ઝાળીના થડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તેના પિતાએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા વરવાળા ગામમાં રહેતા ગરીબભાઈ બુધાભાઈ વાઘેલા નામના છવ્વીસ વર્ષના દેવીપૂજક યુવાનને કોઈ કામધંધો મળતો ન હતો અને આર્થિક તંગી ઘેરી વળી હતી.
તેનાથી કંટાળી જઈ ગરીબભાઈએ ગઈકાલે સવારે પોતાના ઘર પાસે આવેલા બાવળના એક ઝાડમાં દોરી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા બુધાભાઈ રાજાભાઈ વાઘેલા એ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial