Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫હેલી એપ્રિલથી ટેકસ, ક્રેડિટ કાર્ડ, પાનકાર્ડ, ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે મોટા ફેરફાર થશે
નવી દિલ્હી તા. ૩૧: આવતીકાલથી નેશનલ હાઈ-વે પર ટોલકટેસમાં પાંચ ટકાનો વધારો થશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે અન્ય કેટલાક ફેરફારો પણ સામાન્ય જનતાને સીધી અસર કરશે.
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવાનો છે. કેન્દ્ર સરકારે ૧લી એપ્રિલ, ૨૦૨૬થી દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરોમાં અંદાજે પાંચ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ખાનગી વાહન ચાલકો માટે ઉપલબ્ધ ૩૦૦૦ રૂપિયાના વાર્ષિક પાસ (જેમાં ૨૦૦ ટ્રિપની સુવિધા હોય છે)માં પણ નવા નાણાકીય વર્ષ (૧લી એપ્રિલ) થી ૭૫ રૂપિયા વધારવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાંની સાથે જ દરરોજ મુસાફરી કરતા મુસાફરો, ખાનગી વાહન ચાલકો અને પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વધુ ચૂકવણું કરવું પડશે. સરકાર દ્વારા દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ દરોની સમીક્ષા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વધારો રસ્તાની જાળવણી, સમારકામ અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે.
ટોલ ટેક્સ વધવાની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ દરરોજ કામકાજ કે વ્યાપાર અર્થે નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, માલભાડામાં વધારો થવાને કારણે ટોલ ટેક્સના વધારાની અસર સામાન્ય જનતા પર પણ પડી શકે છે.
દેશમાં કાલે પહેલી એપ્રિલથી શરૂ થનારું નવું નાણાકીય વર્ષ ફક્ત કેલેન્ડરમાં જ નહીં પણ લોકોના નાણાકીય અને બેન્કિંગ આદતમાં પણ નોંધપાત્ર ફેરફારો લાવશે.
સૌથી મોટો ફેરફાર 'નવા આવકવેરા કાયદા ૨૦૨૫'ના રૂપમાં આવી રહૃાો છે જે દાયકાઓ જૂના ૧૯૬૧ના કાયદાને બદલશે. નવા લેબર-કોડ હેઠળ કંપનીઓએ હવે કર્મચારીનો મૂળ પગાર તેના કુલ સીટીસી (કોસ્ટ ટુ કંપની)ના ઓછામાં ઓછા ૫૦ ટકા રાખવો પડશે. આનો અર્થ એ છે કે પ્રોવિડન્ટ ફન્ડ (પીએફ) અને ગ્રેચ્યુઇટી-યોગદાનમાં વધારો થશે. આનાથી રિટાયરમેન્ટ બચતમાં વધારો થશે, જ્યારે માસિક ટેક-હોમ પગારમાં ઘટાડો થઈ શકે છે. જૂની ટેક્સ-પ્રણાલી હેઠળના લોકો માટે હાઉસ રેન્ટ અલાવન્સ (એચઆરએ) મુક્તિ માટેના નિયમો વધુ કડક બન્યા છે. હવે જો તમે વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો તો તમારે નવા ફોર્મ ૧૨૪માં મકાનમાલિકનું પાનકાર્ડ અને તેઓ તમારા સંબંધી છે કે નહીં એની જાણકારી આપવી પડશે.
હવે ઑનલાઇન પેમેન્ટ માટે ફક્ત વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) પૂરતો રહેશે નહીં. સુરક્ષાનું બીજું સ્તર જેમ કે પીન, બાયોમેટ્રિક (ફિગરપ્રિન્ટ) અથવા ડિવાઇસ વેરિફિકેશન ફરજિયાત રહેશે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)નો ઉપયોગ કરીને ઑટોમેટેડ ટેલર મશીન (છ્સ્)માંથી ઉપાડવામાં આવેલી રોકડ પણ તમારી મફત વ્યવહાર લિમિટમાં ગણાશે. લિમિટ પૂરી થયા બાદ દર વખતે આશરે ૨૩ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે. પંજાબ નેશનલ બેન્કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને દૈનિક રોકડ ઉપાડમર્યાદા ૫૦,૦૦૦થી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરી છે. નવું પર્ર્મેનન્ટ અકાઉન્ટ નંબર (પાન) કાર્ડ મેળવવા અથવા સુધારા કરવા માટે હવે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં; વધારાના સપોર્ટિગ દસ્તાવેજો આપવાના ફરજિયાત રહેશે. હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આવકવેરા ચૂકવી શકાશે. જોકે એના માટે વધારાની પ્રોસેસિગ ફી લાગુ થઈ શકે છે.
તદ્પરાંત એક વર્ષમાં ૧૦ લાખ રૂપિયાથી વધુનું કોઈ પણ ક્રેડિટ કાર્ડ-બિલ અથવા એક લાખ રૂપિયાથી વધુની રોકડ-ચુકવણીની જાણ સીધી આવકવેરા વિભાગને કરવામાં આવશે. જો કોઈ કંપનીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વ્યક્તિગત હેતુ માટે કરવામાં આવશે તો એને બેનિફિટ ગણવામાં આવશે અને એના પર ટેક્સ વસૂલવામાં આવશે. દર મહિનાની પહેલી તારીખની જેમ ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવની એક એપ્રિલે સમીક્ષા કરવામાં આવશે.
૨૦ ટકા એથનોલ પેટ્રોલ (ઈ૨૦) દેશભરમાં પેટ્રોલમાં ૨૦ ટકા એથનોલ ભેળવવું ફરજિયાત રહેશે. આનાથી પ્રદૂષણ ઘટશે, પરંતુ જૂનાં વાહનોમાં ઈંધણના માઇલેજમાં ત્રણથી ૭ ટકા ઘટાડો થઈ શકે છે.
જનતાને સીધી અસર થાય તે રીતે
આવતીકાલથી બદલાતા નિયમો... આટલું ધ્યાનમાં રાખો...
આવતીકાલ એટલે કે ૧ એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે. વાહનચાલકો માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ પેમેન્ટ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવી શકશે. આ ઉપરાંત, આજે રાત્રે ૧૨ વાગ્યા પછી દેશમાં ટેક્સ અને બેંકિંગ સંબંધિત ૩ મોટા કામોની ડેડલાઇન પૂરી થઈ રહી છે. આવતીકાલથી ટેક્સ, રેલવે અને બજાર સંબંધિત ૧૦ નિયમો પણ બદલાઈ જશે.
સરકારી યોજનાઓ સક્રિય રાખો. પીપીએફ, એનપીએસ અને સુકન્યામાં ન્યૂનતમ બેલેન્સ જમા કરો. કારણ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) અથવા સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય)ને ચાલુ રાખવા માટે દર વર્ષે ૨૫૦ થી ૫૦૦ સુધીની ન્યૂનતમ રકમ જમા કરવી ફરજિયાત છે. જો ખાતું બંધ થઈ ગયું હોય તો તેને ફરીથી ચાલુ કરાવવા માટે પેનલ્ટી લાગશે અને બેંકના ધક્કા ખાવા પડશે.
જુની ટેકસ રિજીમમાં ટેકસ બચાવવા માટે રોકાણ કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. કલમ ૮૦સી રૂ।. ૧.૫ લાખ સુધીની છૂટ મેળવવા માટે તમે પીપીએફ, લાઈફ ઈન્શ્યોરન્સમાં રોકાણ કરી શકો છો.
આ ઉપરાંત ૮૦ડી હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ અને મેડિકલ ખર્ચાઓ પર ૧ લાખ સુધીની છૂટ મળે છે. ૧ એપ્રિલ કે તે પછી કરવામાં આવેલું રોકાણ આવતા વર્ષના ખાતામાં ગણવામાં આવશે.
નોકરિયાતોએ ઓફિસમાં રોકાણના પુરાવા જમા કરાવવા પડશે. આમાં ઘરના ભાડાની રસીદો, વીમા પ્રીમિયમની રસીદ, હોમ લોનના વ્યાજનું પ્રમાણપત્ર શામેલ છે. જો તમે આ દસ્તાવેજો સમયસર જમા નહીં કરાવો, તો કંપની તમારા છેલ્લા પગારમાંથી વધુ ટીડીએસ કાપી લેશે. તેને પાછું મેળવવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા સુધી રાહ જોવી પડશે.
જો તમારી પાસે ગાડી છે તો આજે જ તમારી ગાડીમાં ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ કરી લો. જો તમે ફાસ્ટેગનો ઉપયોગ નથી કરતા, તો ખાતરી કરો કે તમારા સ્માર્ટફોનમાં યુપીઆઈ પેમેન્ટની સુવિધા ચાલુ હોય. કાલથી ડિજિટલ પેમેન્ટ વિના ટોલ પ્લાઝા પર પહોંચવા પર તમારે દંડ ભરવો પડી શકે છે અથવા તમને પાછા મોકલી શકાય છે. કારણ કે, બધા ટોલ પર ફક્ત ફાસ્ટેગ અથવા યુપીઆઈથી જ ટેક્સ ચૂકવી શકાશે. આ પ્રકારની સલાહો પણ જનહિતાર્થે અપાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial