Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સરકાર માન્ય વાજબી ભાવની ૯ નવી દુકાન ખોલવા મંજુરી

તા. ર૧ જુલાઈ સુધીમાં અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા જામનગર જિલ્લામાં ૯ નવી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકારમાન્ય વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે બહાલી મળેલ છે. જે અંગેની અરજીઓ મંગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ નવી દુકાનો જામનગર શહેરમાં ગોકુલનગર તથા મહાપ્રભુજીની બેઠક વિસ્તાર, જામનગર ગ્રામ્યમાં ઠેબા, જીવાપર તથા મોરકંડા, જોડિયા તાલુકામાં જોડિયા-૧, જામજોધપુર તાલુકામાં નંદાણ (બમથિયા, ગઢકડા, ડેરી આંબરડી), શેઠવડાળા-૧ (લલોઈ), વનાણા (કોઠાવિરડી, વેરાવળ, ઈશ્વરિયા) માં ખૂલશે. પાત્રતા ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ૈૅઙ્ઘજ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં. ર્ખ્તદૃ.ૈહ/ૈન્સ્જી વેબપોર્ટલ ઉપર તા. ર૧-૭-ર૦રપ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લાની સંબંધિત મામલતદાર કચેરી તથા જિલ્લા પુરવઠા કચેરીઓથી મળી રહેશે. આ અંગેની સર્વે નાગરિકોને નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh