Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક સરકારી શાળાઓ-સંસ્થાઓમાં કરાઈ યોગ દિવસની ઉજવણી

એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ યોગ ફોર વન અર્થ - વન હેલ્થની થીમ અને ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જીલ્લામાં વિવિધ ૧૩૯૬ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૦૦થી વધુ સરકારી શાળાઓ, માધ્યમિક શાળાઓ, અનુદાનિત અને સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિવિધ શાળાઓમાં યોજવામાં આવેલા કાર્યક્રમોમાં જામનગર જીલ્લાના અંદાજીત એક લાખથી વધુ વિદ્યાર્થીઓ યોગાભ્યાસ કરી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગ દ્વારા ઉષ્માભર્યા વાતાવરણમાં તાજગી અને પ્રફુલતા અનુભવી હતી. શાળાઓમાં અનેકવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને યોગ અપનાવવા અને યોગના લાભો સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તથા વિદ્યાર્થીઓએ પણ વિવિધ યોગાસનો પ્રસ્તુત કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh