Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક સ્થળે ઠંડાપીણા, દૂધ, આઈસ્ક્રીમ અને અલ્પાહારની સુવિધાઃ
જામનગર તા. ૫ઃ જામનગરમાં મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મોહર્રમના પર્વમાં આજે સરઘસની રાત ઉજવવામાં આવશે. તે પછી જુલુસ નીકળશે. જ્યારે રવિવારના બપોરે તાજીયા શહેરના માર્ગો પરથી નીકળશે.
મુસ્લિમ સમુદાયના નવા વર્ષના પ્રથમ માસે મોહર્રમ શરીફ કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુશેન માનવ હક્કોના જતન કાજે અને શહાદતની ગમ ભરી યાદમાં નગરના મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજવામાં આવતા કલાત્મક તાજીયા ઝુસુસમાં આજે સરઘસની રાત્રે અને રવિવારના બપોરે શહેરમાં નીકળી નગરના માર્ગો પરથી ક્રમબદ્ધ રીતે પ્રસ્થાન કરશે. જે માટે મુસ્લિમ બિરાદરો તડામાર તૈયારી કરી રહ્યા છે.
નગરમાં રાજાશાહીના સમયથી સદ્ભાવ સાથે પસાર થતાં બેનમૂન કલા કારીગરી અને રંગબેરંગી રોશની સજાવટથી ઓપતા કલાત્મક તાજીયાના ઝુલુસવેળાએ સમગ્ર શહેર, આજુબાજુના ગામોમાં હિન્દુ-મુસ્લિમોના સહકારથી તાજીયા રૂટ પર અનેક સ્થળોએ ઠંડાપીણા, દૂધ, ચણા-બટેકા, આઈસ્ક્રીમનું ન્યાઝરૂપે સર્વેને વિતરણ કરવામાં આવશે.
રતનબાઈ મસ્જીદ, સુમરાચાલી, રઝાનગર, બેડી, બેડેશ્વર, જવાહરનગર શેરી નં.૧/૨, માધાપર, જોડિયા ભુંગા, સિક્કા, સલાયા, ધ્રોલ, વાડીનાર, ખંભાળીયા, મીઠાપુર, ઓખા વિગેરે અનેક સ્થળોએ રંગબેરંગી રોશનીથી સજાવટ સાથે મંડપો અને કમાનો ઊભી કરી શહીદે આઝમ કરબલાની યાદમાં વાએઝના શાનદાર નુરી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial