Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર્વે માતમ પ્રસરાવતી સંખ્યાબંધ ઘટનાઓઃ નવના મૃત્યુઃ અનેકને ઈજા

૬૮૫ પશુ તથા ૩૪૦ પક્ષી ઈમરજન્સી કોલ સહિત રાજ્યમાં ૫ હજારથી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૫: ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે ગુજરાતમાં ગઈરાત સુધીમાં પાંચના મોતની ઘટના સામે આવી છે. પતંગની દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. પતંગની ધારદાર દોરી અને અગાસી પરથી પટકાવા જેવી ઘટનાઓને કારણે રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે.

ગુજરાતમાં પતંગની ધારદાર દોરી અને અગાસી પરથી પટકાવા જેવી ઘટનાઓને કારણે રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રાત્રે ૯ વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યમાં કટોકટીની સ્થિતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, અને ગઈરાત સુધીમાં મકરસંક્રાંતિ સંલગ્ન કારણોથી નવ લોકોના જીવ ગયા હોવાના અહેવાલો છે.

તદ્નુસાર પંચમહાલના હાલોલના દાવડા ગામ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવકના મોઢા પર પતંગની દોરી આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. દોરી મોઢામાં ફસાઈ જતા યુવક રોડ પર ઢસડાયો હતો. તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયો છે. જ્યારે નવસારીમાં ગણદેવી રોડ પર નવાગામ પાસે પિતા-પુત્ર બાઈક પર પસાર થઈ રહૃાા હતા. પતંગની દોરી આવતા પુત્રએ તેને પાછળ ફેંકી હતી, જે પાછળ બેઠેલા પિતા સુમનભાઈ નાયકાના નાક અને કાનના ભાગે ફરી વળી હતી. ગંભીર રીતે કપાયેલા આધેડને ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી.

જેતપુરમાં દોરી અને અગાસી પરથી પટકાવાના કિસ્સાઃ જેતપુરના નવાગઢ રોડ પર એક યુવકને કપાળના ભાગે દોરી વાગતા ઈજા થઈ હતી. જ્યારે જીથુડી રોડ પર ૬૦ વર્ષના એક આધેડનું ગળું કપાતા તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો આ તરફ જેતપુરમાં જ જીથુડી રોડ પર પતંગની દોરીથી જ ૬૦ વર્ષના આધેડ ઈજાગ્રસ્ત થયા હતા. ગળાના ભાગે દોરી વાગતા આ આધેડને ગંભીર ઈજાઓ પહોચીં હતી, બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતો. તદ્પરાંત જેતપુરનાં જેતલસર ગામમાં ઉત્તરાયણની મજા માણી રહેલા ૩૮ વર્ષીય મહિલા જયશ્રીબેન પોલરા અગાસી પરથી નીચે પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને જેતપુર બાદ જૂનાગઢ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં ગત વર્ષના ૪,૨૬૬ કોલની સરખામણીમાં આ વર્ષે રાત્રે ૯ વાગ્યા સુધીમાં ૫,૦૦૦થી વધુ ઇમરજન્સી કેસ નોંધાઈ છે, જે ૭૩૪નો વધારો દર્શાવે છે. જોકે, બપોરના ૪ વાગ્યા સુધીના આંકડામાં ગયા વર્ષ કરતા થોડો ઘટાડો જોવા મળ્યો હતો. પશુ-પક્ષીઓના જીવ બચાવવા માટે પણ ૧,૦૦૦થી વધુ ઇમરજન્સી કોલ આવ્યા હતા. આટલું જ નહીં, આ ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે ગુજરાતમાં પાંચના મોતની ઘટના સામે આવી છે. તેમાં આણંદના ખંભાતમાં ૮ વર્ષના બાળકે પતંગની દોરીના કારણે પિતાની નજર સામે જ દમ તોડ્યો છે, તો અરવલ્લી-બાયડમાં મોપેડ પર જતા એક સગીરે તથા ભરૂચ જંબુસર (પીલુદરા)માં એક યુવકે દોરીના કારણે બાઈક અકસ્માતનો ભોગ બનતા જીવ ગુમાવ્યો છે, સાથે જ આ પતંગની દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે. તેઓનો સમાવેશ થાય છે.

ગત રાત્રે નવ વાગ્યા સુધીમાં ૬૮૫ પશુ ઇમરજન્સી કેસ તથા ૩૪૦ પક્ષી સહિત પાંચ હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. પ્રતિબંધ છતાં ચાઈનીઝ કે ધારદાર દોરીનો ઉપયોગ નિર્દોષ લોકો માટે જીવનું જોખમ બની રહૃાો છે. તંત્ર દ્વારા સતર્કતા રાખવાની અપીલ કરવામાં આવી છે.

ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં પતંગની દોરીના કારણે ત્રણના મોતનીઓ ઘટના સામે આવી છે. આણંદ, સુરત, અરવલ્લી અને ભરૂચ સહિતના વિસ્તારોમાં આ પ્રતિબંધિત ચાઈનિઝ દોરી જીવલેણ બની છે, જેના કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે ગુજરાતમાં હર્ષોલ્લાસ અને મોજ મજાનો ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમમાં ફેરવાયો છે.

રાજ્ય સરકાર અને હાઈકોર્ટના કડક આદેશો છતાં જીવલેણ ચાઈનીઝ દોરીનો કહેર યથાવત રહૃાો છે. જેના કારણે રાજ્યભરમાંથી એક નાના બાળક, એક સગીર તથા એક યુવક સહિત ત્રણના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે.

સુરતથી મળતા અહેવાલો મુજબ સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા બ્રિજ પર સાંજના સમયે હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. ૩૫ વર્ષીય રેહાન પોતાની પત્ની અને ૭ વર્ષની પુત્રી આયેશા સાથે સુભાષ ગાર્ડન ફરીને પરત ફરી રહ્યો હતો. બ્રિજ પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને સંતુલન ગુમાવ્યું હતું. બાઈક ડિવાઈડર સાથે અથડાતા ત્રણેય સભ્યો બ્રિજ પરથી નીચે ખાબકયા હતા.

આ ભયાનક પછડાટમાં રેહાન અને માસૂમ આયેશાનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. પત્ની રેહાના નીચે ઉભેલી રિક્ષા પર પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરતના વેસુ વિસ્તારમાં પણ દોરી કાળ બની હતી. ૨૩ વર્ષીય એક યુવક પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે લાલ ઘોડા વિસ્તારમાં પતંગની દોરી ગળામાં ફસાઈ ગઈ હતી. ગંભીર ઈજા અને વધુ પડતા લોહી વહેવાને કારણે યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh