Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવાનો અને સહકારી પ્રવૃત્તિ વિષય પર યોજાયો સેમિનાર

સહકારી ક્ષેત્રના આગેવાનોએ સહકારી ક્ષેત્રમાં યુવાવર્ગની સામેલગીરીના ફાયદા વર્ણવ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૪ઃ આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૃપે સહકાર મંત્રાલય દ્વારા તા.૧ થી ૬ જુલાઈ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા સહકાર સપ્તાહ ભાગરૃપે ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા તા. ૦૩-૦૭-૨૦૨૫ના શ્રી ભવન્સ શ્રી એચ.જે દોશી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્સ્ટિટયુટ, જામનગરમાં 'યુવાનો અને સહકારી પ્રવૃત્તિ' વિષય ઉપર જામનગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતભાઈ સી. વિરાણી (જે.સી. વિરાણી) ના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ સેમિનારની શરૃઆતમાં મહેમાનોનું સ્વાગત કરતા કોલેજના પ્રિન્સિપાલ તોસીફખાન પઠાણે જણાવેલ કે આજે સહકારી પ્રવૃત્તિમાં યુવાનોની સામેલગીરીની તાતી જરૃરિયાત છે. સહકારી ક્ષેત્રે યુવાનોએ નેતૃત્વ લેવા માટે આગળ આવવું જોઈએ અને દેશના વિકાસમાં તેમનું યોગદાન આપવું જોઈએ.

આ સેમિનારમાં ઉપસ્થિત જામનગર જીલ્લા સહકારી સંઘના મંત્રી વશરામભાઈ ચોવટીયાએ જણાવેલ કે કોઈપણ દેશે પોતાનો ઝડપી વિકાસ સાધવો હોય તો તે દેશના યુવા ઘનનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. યુવકોની યોગ્ય કેળવણી, દોરવણી, સંસ્કાર અને ઘડતર ઉપર દેશની પ્રગતિનો આધાર છે. આજના યુવકોમાં આર્થિક અસમાનતા દૂર કરવાની અને શોષણ નાબુદીની ઉત્સુકતા હોવી જોઈએ. આવો પ્રતિકાર કરવા યુવકોને તૈયાર કરવા જોઈએ અને તે માટે સહકારી પ્રવૃત્તિ ખૂબજ મહત્ત્વની પુરવાર થઈ છે. સહકારી પ્રવૃત્તિ દ્વારા યુવાનો સારૃ જીવન ધોરણ, સારો વ્યવહાર, નોકરી અને સારી ઉત્પાદન પદ્ધતિ મળે છે. યુવાનો દ્વારા સહકારી પ્રવૃત્તિમાં નવી ચેતના અને ગતિશીલતા આવે તે માટે સહકારી પ્રવૃત્તિમાં યુવાનોની સામેલગીરી જરૃરી છે.

આ સેમિનારમાં ઉપસ્થિત જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ-જામનગરની કચેરીના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કટારમલ રજીસ્ટ્રાર કચેરીની સહકારી મંડળીઓમાં ભૂમિકા વિશે ખ્યાલ આપતા જણાવેલ કે આજની યુવા પેઢી આપણા દેશનું ભવિષ્ય છે. આ યુવા પેઢીને કોલેજના શિક્ષણની સાથે સાથે યોગ્ય દિશા અને લક્ષ્ય મળે તે ખુબ જરૃરી છે વધુમાં તેઓએ જણાવેલ કે સહકારી પ્રવૃત્તિ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનો સામાજિક અને આર્થિક વિકાસ સાધી શકે છે. આજે વધુમાં વધુ મહીલાઓ સહકારી ક્ષેત્રે જોડાય અને તેના સંચાલનમાં પોતાનું યોગદાન આપે તે ખુબજ જરૃરી છે. તેઓએ મુડીવાદ, સમાજવાદ અને સામ્યવાદની સરખામણીમાં સહકારી પ્રવૃત્તિ સર્વશ્રેષ્ઠ છે તેમ જણાવ્યું હતું.

આ સેમિનારમાં જામનગર જિલ્લા સહકારી સંઘના એક્ઝિકયુટીવ ઓફિસર પ્રજ્ઞેશ નાકરાણીએ યુવાનોને સહકારની વ્યાખ્યા, સહકારના સિદ્ધાંતો વિશે વિસ્તૃત જાણકારી આપી, 'આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ અને સહકાર સપ્તાહ ઉજવણી વિશે જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવેલ કે કોઈપણ દેશે પોતાનો ઝડપી વિકાસ સાધવો હોય તો તે દેશના યુવા ધનનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. યુવકોની યોગ્ય કેળવણી, દોરવણી, સંસ્કાર અને ઘડતર ઉપર દેશની પ્રગતિનો આધાર છે. આજના યુવકોમાં આર્થિક અસમાનતા દૂર કરવાની અને શોષણ નાબુદીની ઉત્સુકતા હોવી જોઈએ. આવો પ્રતિકાર કરવા યુવકોને તૈયાર કરવા જોઈએ અને તે માટે સહકારી પ્રવૃત્તિ ખૂબજ મહત્ત્વની પુરવાર થઈ છે. સહકારી પ્રવૃત્તિ દ્વારા યુવાનો સારૃ જીવન ધોરણ, સારો વ્યવહાર, નોકરી અને સારી ઉત્પાદન પદ્ધતિ મળે છે. યુવાનો દવારા સહકારી પ્રવૃત્તિમાં નવી ચેતના અને ગતિશીલતા આવે તે માટે સહકારી પ્રવૃત્તિમાં યુવાનોની સામેલગીરી જરૃરી છે.

આ સેમિનારમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા જામનગર જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયંતભાઈ સી. વિરાણીએ સંઘની વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી આપતા જણાવેલ કે ભારત આજે વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. આથી યુવાનોના અધિકારોનું રક્ષણ કરવા અને તેમના કારકિર્દીના ક્ષેત્રો વિશે વિચારવાની ખુબજ જરૃરિયાત છે. સહકારી પ્રવૃત્તિમાં યુવાનોની સક્રિય સામેલગીરીથી સહકારી ક્ષેત્રે નવા પરિણામો અને નવો વેગ પ્રાપ્ત થશે. યુવાનો સમર્પણ અને નિર્ણય શકિત સાથે કામ કરવાનું જોમ ધરાવે છે અને ગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાને કારણે સહકારી ક્ષેત્રે સફળ નેતૃત્વ પૂરૃ પાડી શકશે. વધુમાં તેઓએ જણાવેલ કે સમયની માંગ સાથે સહકારી ક્ષેત્રે યુવાનોની સામેલગીરી વધારવા તેમજ તેમનામાં સહકારી ભાવના વધારવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમો અને સેમિનારો યોજવા જોઈએ અને યુવાનો માટે સહકાર આર્થિક ઉપાર્જન માટે અસરકારક સાધન છે તેમ જણાવ્યુ હતું.

આ સેમિનારમાં ભાગ લેનાર કોલેજના વિદ્યાર્થીઓને જિલ્લા સહકારી સંઘ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ સેમિનારનું સંચાલન કોલેજના એસોસિએટ પ્રોફેસર દેવીકાબેન પુરોહિતે કર્યુ હતું અને આભારવિધિ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ રવિભાઈ ઓઝાએ કરી હતી. આ સેમિનારમાં કોલેજના ૮૦ યુવકો અને યુવતીઓએ ભાગ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh