Advertisement
Author: નોબત સમાચાર

કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશઃ ૬૬ મોત

૫ેરૂની સરહદ નજીક પ્યુર્ટો લેગુઝામો નજીક અકસ્માતઃ

                                                                                                                                                                                                      

બોગોટા તા. ૨૪: કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. ૧૧૦ સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ સી-૧૩૦ વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં શહીદ થનાર સૈનિકોની સંખ્યા વધીને ૬૬ થઈ ગઈ છે.

આ અકસ્માત પેરૂની સરહદ પાસે આવેલા પ્યુર્ટો લેગુઝામો નજીક સર્જાયો હતો. દુર્ઘટના સ્થળ રહેણાંક વિસ્તારથી માત્ર ૩ કિલોમીટર દૂર હતું. કાટમાળમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૫૭ સૈનિકોને જીવતા બહાર કાઢવામાં સફળતા મળી છે.

સી-૧૩૦ હર્ક્યુલસ વિમાન ૧૯૫૦ના દાયકાથી વિશ્વભરમાં સૈન્ય પરિવહનનો મહત્ત્વનો હિસ્સો રહૃાું છે. કોલંબિયા ૧૯૬૦ના દાયકાથી આ વિમાનોનો ઉપયોગ કરી રહૃાું છે. જોકે, સમયાંતરે તેને અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ જૂના થતા સૈન્ય સાધનો અને વિમાનોની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની છે.

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આને ગંભીર અકસ્માત ગણાવતા કહૃાું કે, જવાનોની સુરક્ષા સૌથી વધુ મહત્ત્વની છે. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે કે જો સૈન્ય કે નાગરિક અધિકારીઓ સંસાધનોના આધુનિકીકરણના પડકારને પહોંચી વળવામાં નિષ્ફળ જશે તો તેમને પદ પરથી હટાવવામાં આવશે. તેમણે સેના માટે નવા હેલિકોપ્ટર, ટ્રાન્સપોર્ટ વિમાન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ તાત્કાલિક ખરીદવા આદેશ આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh