Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ સપ્તાહમાં ત્રીજી વખત આગ લાગીઃ
જામનગર તા. ૧૬: દ્વારકામાં આવેલા કુંડલીયા ભવન (ધર્મશાળા)માં શનિવારે એક રૂમમાં આગ ભભૂકી હતી. સંભવિતઃ રીતે શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ જ ધર્મશાળામાં એક અઠવાડીયામાં ત્રીજી વખત આગનું છમકલુ થયું છે. આ ઓરડામાં કોઈ ન હોવાથી સદ્નસીબે જાનહાની ટળી છે.
દ્વારકા શહેરમાં મુખ્ય માર્ગ પર આવેલા કુંડલીયા ભવન ધર્મશાળામાં ઉપરના માળે આવેલા એક ઓરડામાં શનિવારે કોઈ રીતે આગ ફાટી નીકળી હતી. જેના પગલે ધર્મશાળામાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા દ્વારકા નગરપાલિકાની ફાયરની ટીમ ધસી ગઈ હતી. પાણીનો મારો શરૂ કરાયા પછી થોડી મિનિટોમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યાનું તારણ કાઢવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ધર્મશાળામાં ગઈ તા.૭ પછી ગયા ગુરૂવારે પણ આગનું છમકલુ થયું હતું. તે પછી પણ શનિવારે ફરીથી શોર્ટ સર્કીટના કારણે આગનું છમકલુ થવા પામ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial