Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ભાગદોડની કરૂણાંતિકાઓમાં ૧૩૬૦ લોકોના મોત નિ૫જ્યા છે...

વર્ષ ર૦ર૩ થી ર૦રપ સુધીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેક સંભવિત પ્રશ્નો તથા પ્રજા, એસટીના ઉતારૂઓના જાન-માલની સલામતિની ચિંતા કર્યા વગર અડધા પ્રદર્શન મેદાનની જગ્યામાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના તહેવારોના દિવસો સહિત ૧પ દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે આજ દિવસ સુધી મહાનગરપાલિકા તંત્ર, પોલીસ વિભાગ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસ.ટી. બસોના આવવા-જવા માટેના માર્ગો જાહેર કરવામાં આવ્યા નથી, અને કદાચ હજી સુધી એસ.ટી. વિભાગના કન્ટ્રોલીંગ અધિકારી સાથે હંગામી બસ સ્ટેશનમાં સંભવિત પ્રશ્નો અંગે કોઈ બેઠક કે ચર્ચા કરવામાં આવી નથી.

આ દરમિયાન હરિદ્વારના મનસાદેવી મંદિરમાં ભાવિકોની ભાગદોડની ઘટનામાં સાત શ્રદ્ધાળુઓના મૃત્યુ નિપજ્યાની કરૂણાંતિકા બની છે. દેશમાં વર્ષ ર૦૦૩ થી ર૦રપ સુધી ભાગદોડ, નાસભાગ, ધક્કામૂકી જેવા ઘટનાઓમાં ૧૩૬૦ નિર્દોષ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાઓ ક્યા રાજ્યમાં બની, ક્યા પક્ષનું શાસન છે, તેવી ચર્ચા બાજુમાં રાખીને એટલું સ્પષ્ટપણે કહી શકાય કે પૂરતી વ્યવસ્થા, પૂરતા બંદોબસ્તનો અભાવ, સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા, નિર્દોષ લોકોનો તંત્ર પ્રત્યે વિશ્વાસ વગેરે કારણભૂત છે. બીજા સાવ સ્પષ્ટ શબ્દોમાંથી મોટાભાગની ઘટનાઓ માનવસર્જિત છે તેમ પણ કહી શકાય...

આ દુર્ઘટનાઓનો ખૂબ જ ખેદ સાથે એટલા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જવાબદાર તંત્રએ યોગ્ય બંદોબસ્ત સાથે આમજનતાના જાન-માલની સલામતિની દરકાર રાખવામાં કચાશ રાખી હોવાનું સમજાય છે.

જામનગરમાં હંગામી એસ.ટી. બસ સ્ટેશન પ્રદર્શન મેદાનમાં કાર્યરત થયું તે પહેલાના વર્ષોમાં પૂરેપૂરા મેદાનમાં પણ અકડેઠાઠ ભીડનો સમાવેશ માંડ માંડ થતો હતો, ત્યારે હવે તો વસ્તી-વાહનો-પ્રજાનો ઉત્સાહ, મોજશોખ-મનોરંજન માણવાની વૃત્તિ વગેરેના કારણે મેળાનો આનંદ માણવા માટે લાખોની જનમેદની ઉમટે તેવી શક્યતા છે. તેમાં વળી આ વર્ષે તો હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડ છે, જ્યાં દરરોજ એકાદ હજાર બસોની ટ્રીપ, પ૦ હજાર લોકો, અસંખ્ય વાહનોની અવરજવર ચાલુ છે. (તહેવારોની રજામાં તો તેમાં પણ ખાસ્સો વધારો થશે) અડધા પ્રદર્શન મેદાનમાં યોજાનારા લોકમેળામાં જંગી માનવમેદનીના જાન-માલની સલામતિ, અવરજવર, વાહનોનું ટ્રાફિક નિયમન જેવા અનેક મુદ્દાઓ અંગે કોઈ સત્તાવાર સંતોષકારક ખુલાસો જ થયો નથી, કરવામાં આવતો નથી.

પણ અહીં રજૂ કરેલ દેશભરની ભાગદોડની ઘટનાના જાહેર થયેલા સત્તાવાર મૃત્યુ આંક અને દુર્ઘટનાઓનું એટલીસ્ટ સંજ્ઞાન લઈ મનપા, પોલીસ વિભાગ, વહીવટીતંત્ર ગંભીરતાપૂર્વક વિચારણા કરે તે જરૂરી છે... અફવા કે નાની-મોટી બબાલ કે કોઈ અન્ય કારણોસર ભાગદોડ-નાસભાગ, ધક્કામૂક્કી થઈ તો કેવી હાલત થશે? કોઈ ઉચ્ચ અધિકારી જવાબદારી લેવા સોગંદનામું કરશે?

 દેશમાં નાસભાગની દુર્ઘટનાઓનો સત્તાવાર કમનસીબ અહેવાલ

- ર૭-૮-ર૦૦૩: નાસિકમાં કુંભમેળા દરમિયાન ભાગદોડમાં ૩૯ ના મૃત્યુ

- રપ-૧-ર૦૦પઃ મહારાષ્ટ્રના મંધરા દેવી મંદિરમાં નાસભાગમાં ૩૪૦ ના મૃત્યુ

- ૩-૮-ર૦૦૮: હિમાચલના નૈનાદેવી મંદિરે ભૂસ્ખલનની અફવાથી ભાગદોડ-ધક્કામૂક્કીમાં ૧૬ર ના મૃત્યુ

- ૩૦-૯-ર૦૦૮: જોધપુરમાં ચામુંડા માતાજી મંદિરે બોમ્બની અફવાથી ભાગદોડમાં રપ૦ ના મૃત્યુ

- ૪-૩-ર૦૧૦: યુપીના પ્રતાપગઢમાં રામ જાનકી મંદિરમાં ભાગદોડમાં ૬૩ ના મરણ

- ૧૪-૧-ર૦૧૧: કેરળના સબરીમાલા મંદિરમાં ભાગદોડથી ૧૦૬ ના મૃત્યુ

- ૧૯-૯-ર૦૧રઃ પટણામાં છઠ્ઠ પૂજા દરમિયાન પૂલ તૂટવાથી ર૦ ના મૃત્યુ

- ૧૩-૧૦-ર૦૧૩: એમપીના રતનગઢ મંદિરમાં ભાગદોડથી ૧૧પ ના મૃત્યુ

- ૩-૧૦-ર૦૧૪: પટણામાં ગાંધી મેદાનમાં દશેરા ઉપર ભાગદોડથી ૩ર ના મૃત્યુ

- ૧૪-૭-ર૦૧પઃ આંધ્રપ્રદેશમાં પુષ્કરમ્ ઉત્સવમાં ૧ર ના મૃત્યુ

- ૧-૧-ર૦રરઃ વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડમાં ૧ર ના મૃત્યુ

- ૩૧-૩-ર૦ર૩: ઈન્દોરમાં હવન કાર્યક્રમ દરમિયાન ૩૬ ના મૃત્યુ

- ર-૭-ર૦ર૪: હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડમાં ૧ર૧ ના મરણ

- ૧ર-૮-ર૦ર૪: બિહારમાં સિદ્ધનાથ મંદિરમાં સાતના મૃત્યુ

- ૮-૧-ર૦રપઃ તિરૂપતિમાં ભાગદોડમાં ૬ લોકોના મૃત્યુ

- ૩-પ-ર૦રપઃ ગોવામાં મંદિર ઉત્સવ દરમિયાન છ ના મૃત્યુ

- ર૯-૬-ર૦રપઃ પૂરીમાં રથયાત્રા દરમિયાન ૩ ના મૃત્યુ

- ર૯-૧-ર૦રપઃ કુંભમેળામાં ભાગદોડમાં ૩૦ ના મૃત્યુ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh