Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૩: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી અન્વયે શેઠ કે.જી. સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય દ્વારા જોડિયા ગામમાં *સંસ્કૃત ગૌરવ યાત્રા* યોજવામાં આવી હતી.
શાળાની દરેક વિદ્યાર્થિની અને સર્વે સ્ટાફગણ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં સંસ્કૃત રત્નકણીકાના સૂત્રોચાર કરતા કરતા ગૌરવયાત્રા, શાળાથી શરૂ કરી માંડવી ચોક, મેઈન બજાર, વાણીયા શેરી, એસબીઆઈ શેરી થઈ શાળા પાસે ગૌરવયાત્રા પૂર્ણ થઈ હતી. યાત્રામાં 'વદતુંસંસ્કૃતમ,' 'જયતુ સંસ્કૃતમ'ના જય ઘોષ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યાત્રા દરમિયાન 'સંસ્કૃત ભાષા મધુરા ભાષા' સૂત્રોચાર કરવામાં આવ્યો હતો.
સંસ્કૃત સપ્તાહ ઉજવણી દરમિયાન તારીખ ૭ ઓગસ્ટ ના સંસ્કૃત ગીત 'ભવતુ ભારતમ'નું ગાન ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ ની વિદ્યાર્થિઓનીએ પ્રસ્તુત કરેલ. તેમજ સરળ સંસ્કૃત સંવાદ ધોરણ નવની બે બહેનોએ અભિનય સાથે સંસ્કૃત ભાષામાં રજૂ કરેલ. ધોરણ ૧૧ ની વિદ્યાર્થિની કેર અંજલીબાએ સંસ્કૃતમાં 'આપણા દેશ ભારત' વિશે વક્તવ્ય આપ્યું હતું.
ત્યારબાદ ધોરણ ૧૧ ની વિદ્યાર્થિની નીનામા વલમા એ પોતાનો સંસ્કૃતમાં પરિચય અને 'સંસ્કૃત ભાષાનું મહત્ત્વ' વક્તવ્ય સંસ્કૃતમાં પ્રસ્તુત કર્યુ હતું.
શાળાના આચાર્યબેન ક્રિષ્નાબા ચુડાસમા સંસ્કૃત ભાષા વિશે લોકોમાં જાગૃતિ કેળવવા માટે અને સુભાષિત કહી સંસ્કૃત ભાષનું મહત્ત્વ સમજાવ્યું હતું.
શાળાની ૨૫ વિદ્યાર્થિનીઓએ રત્નકણિકા, સુભાષિતનું પ્રોજેક્ટ કાર્ય કરેલ તેમજ શાળાની દરેક વિદ્યાર્થિનીઓએ ગીતાના ૧૫ માં અધ્યાયના શ્લોકગાન રજૂ કરેલ. શાળામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી કરવામાં આવેલ. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના રાજ્ય સ્તરના ગાંધીનગરના સેક્ટર ૧૭માં ટાઉનહોલમાં સંસ્કૃત સમાપન કાર્યક્રમ યોજાયેલ જેમાં શિક્ષક ઇલાબા ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial