Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધ્યપ્રદેશમાં ૧૬ બાળકોના મૃત્યુથી ખળભળાટઃ
અમદાવાદ તા. ૭: મધ્યપ્રદેશના સિરપકાંડ બાદ ગુજરાત સરકાર એલર્ટ મોડપર જણાય છે, અને કફ સિરપ બનાવતી ૫૦૦ કંપનીમાં તપાસનો આદેશ આપ્યો છે. બે કંપનીની સિરપમાંથી ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું હોવાનું પણ જાણવા મળે છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે ૧૬ બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે.
આ સમગ્ર મામલાને લઈ ગુજરાત સરકાર પણ એલર્ટ બની છે અને ગુજરાતમાં કફ સિરપ બનાવતી અલગ અલગ ૫૦૦ જેટલી કંપનીઓમાં તપાસનો આદેશ અપાયો છે. આ મામલે કેન્દ્રના પગલે રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરવાનો પણ નિર્ણય કરાયો છે.
મધ્યપ્રદેશમાં સિરપકાંડ બાદ ગુજરાત સરકાર એલર્ટ બની છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજિત ૫૦૦ જેટલી કંપનીઓમાં કફ સિરપનું ઉત્પાદન કરવામાં આવે છે. એમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત સરકારે જે એડવાઈઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત સરકાર પણ એડવાઈઝરી જાહેર કરશે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે ૧૬ બાળકનાં મોત બાદ હોબાળો મચ્યો છે. એની વચ્ચે ગુજરાતની એમએફજી-એમ/એસ શેપ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડમાં બનેલી રી-લાઈફ અને એમએફજી- એમ/એસ રેડનોનેકસ ફાર્માસ્યુટીકલ પ્રા.લી.માં બનેલી રેસ્પિફ્રેસ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
૨૬થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ અને હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. આ સમયે કુલ ૧૯ દવાનાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગાઈડલાઈન અનુસાર, કફ સિરપમાં મહત્તમ ૦.૧ ટકા ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તપાસમાં ૪ કફ સિરપ નક્કી માપદંડમાં ફેલ થયા હતા. આ સિરપથી કિડની ફેલ અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial