Advertisement
Author: નોબત સમાચાર

શાંતિ ડહોળવાના પ્રયાસને પોલીસે બનાવ્યો નિષ્ફળ

પોલીસે કેટલાક શંકાસ્પદોની કરી અટકાયતઃ સમજાવટનો પ્રયાસ

                                                                                                                                                                                                      

વડોદરા તા. ૨૬: વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ થયો હતો. ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ ફેલાવા પામેલ હતો પોલીસે શંકાસ્પદોની અટકાયત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર આજે વહેલી સવારે મદાર માર્કેટ નજીક અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંક્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ શાંતિપ્રિય શહેરમાં તંગદિલીનું વાતાવરણ સર્જી દીધું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા હોવાનું જાણવા મળે છે.

રાજ્યભરમાં વડોદરામાં એક તરફ ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારી જ ચાલી રહી છે ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહૃાાં છે.

માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરતા પૂર્વે આગમન યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે મંગળવારે (૨૬મી ઓગસ્ટ) વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન પાણીગેટથી માંડવી તરફ આગમન યાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે સિટી પોલીસ સ્ટેશનની નજીક કેટલાક અસામાજિક તત્ત્વોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેકી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

ગણેશજીની મૂર્તિ પર પર ઈંડા ફેકતા ભારે હોબાળો થયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો અને ઈંડા ફેકનાર તત્ત્વો સામે કાર્યવાહી કરવા ગણેશ મંડળ દ્વારા અરજી આપવામાં આવી હતી.

આ બનાવની જાણ થતા કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ ભાજપના કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ઘટનાને વખોડી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા માંગણી કરી હતી. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh