Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ાકિસ્તાની વિમાનોના ભારતીય એર સ્પેસમાં પ્રવેશ પર પ્રતિબંધ
નવી દિલ્હી તા. ૨૩: ગયા અઠવાડિયે ભારત માટે પાકિસ્તાને નોટમની મુદ્દત વધાર્યા પછી ભારતે પણ પાકિસ્તાન માટે નોટામની મુદ્દત ૨૩મી ઓગસ્ટ સુધી વધારી દીધી છે. આથી ભારતીય એરસ્પેસમાં ૫ાકિસ્તાનનાવિમાનો પ્રવેશ નહીં કરી શકે.
પાકિસ્તાનના વિમાનોની ભારત એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટુ એરમેન (નોટમ)ની મુદ્દત સત્તાવાર રીતે ૨૩ ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિમાનોની ભારતના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણાં પર આક્રમક હુમલા કર્યા હતાં. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરી એર સ્પેસમાં પ્રતિબંધની સમય મર્યાદા લંબાવવાની માહિતી આપી હતી. તેમણે કહૃાું હતું કે, પાકિસ્તાની વિમાનોની ભારતીય એર સ્પેસમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવનારી નોટિસ ટૂ એરમેન (નોટમ)ને સત્તાવાર રીતે ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.
ભારત તરફથી આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ભારતીય ફ્લાઈટ પર પ્રતિબંધના પગલે હાથ ધરવામાં આવી છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત ફ્લાઈટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ૨૩ ઓગસ્ટ સુધી બંધ રાખવા નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ ૨૪ ઓગસ્ટના સવારે ૫.૧૯ વાગ્યા (ભારતીય સમયાનુસાર) સુધી લાગુ રહેશે. બીજી તરફ ભારતીય વાયુ સેનાએ ૨૩-૨૫ જુલાઈના ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાજસ્થાનમાં હવાઈ અભ્યાસ માટે નોટમ જાહેર કરી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ૨૦૧૯માં સર્જાયેલા તણાવ બાદથી ભારતે પોતાની એર સ્પેસ પાકિસ્તાની વિમાનો માટે બંધ કરી હતી. ત્યારથી ભારત સમયાંતરે નોટામ જાહેર કરી આ પ્રતિબંધ લંબાવતુ રહૃાું છે. ભારતનો આ પ્રતિબંધ પાકિસ્તાન હવાઈ ક્ષેત્ર માટે લોજિસ્ટિક અને નાણાકીય પડકારો સર્જી રહૃાા છે. પ્રતિબંધ બાદ પાકિસ્તાની વિમાનોએ લાંબો વૈકલ્પિક રૂટ અપનાવવો પડ્યો છે. જેના લીધે તેના સંચાલન ખર્ચમાં વધારો થયો છે. ભારતનું આ પગલું ખાસ કરીને પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પ્રભાવિત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial