Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળકને એલસી પધરાવનાર
જામનગર તા. ૧૪: જામનગરની મિશનરી શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવતા હોવાનું જગજાહેર છે, ત્યારે એક બાળકનું એલસી તેના વાલીને પધરાવી દેવાના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીએ આ ખાનગી શાળાને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
જામનગરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં યુકેજીમાં અભ્યાસ કરતા એક બાળકના વાલી શબનમબેન અને શાળામાં શિક્ષક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી સેન્ટ ઝેવિયર્સ શાળાના આચાર્ય દ્વારા આ બાળકને શાળા છોડવાનું (એલસી) પ્રમાણપત્ર તેના વાલીને પકડાવી દીધું હતું. આખરે મામલો જામનગર જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પહોંચ્યો હતો જ્યાં બન્ને પક્ષની દલીલો તેમણે સાંભળી હતી અને આ બાબતમાં શિક્ષણના કાયદાનો ભંગ થાય છે તેમ જણાતા શાળાના સંચાલકને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારતો નિર્ણય જાહેર કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial