Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પ લાખ રોકડા તથા ચેક-પાસબુક વગેરે કબજેઃ
જામનગર તા. ૧૫: જામનગરના ચાર શખ્સોની આજે સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સોએ જુદા જુદા બેંક ખાતાની કીટ કમીશન પર મેળવી સાયબર ફ્રોડ આચરતા મૂળ રાજસ્થાનના અને હાલમાં ફિલિપાઈન્સમાં રહેતા શખ્સને તે રકમ સગેવગે કરવામાં સાથ આપ્યો હતો. આ શખ્સો પાસેથી રૂ।.પ લાખ રોકડા, ચાર મોબાઈલ, નવ એટીએમ કાર્ડ, અગિયાર ચેક તથા પાસબુક સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કબજે કરી લેવાયા છે.
સાયબર ક્રાઈમના વધતા જતા ગુન્હાઓ વચ્ચે ઓનલાઈન આર્થિક ઠગાઈ પણ કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે. તેને નાથવા માટે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરા તથા ટીમ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે.
તે દરમિયાન અલગ અલગ વ્યક્તિઓના નામની ચેકબુક, પાસબુક તથા જુદી જુદી બેંકના ડેબીટ કાર્ડ વગેરેની કીટ મેળવી હાલમાં ફિલિપાઈન્સમાં રહેતા મૂળ રાજસ્થાનના રાજ ચંપાવત નામના શખ્સે કેટલાક વ્યક્તિઓ સાથે ફ્રોડ આચર્યાની વિગતો મળતા તપાસ કરાઈ રહી હતી.
તપાસમાં સાયબર ક્રાઈમના પીડબલ્યુએસઆઈ આર.ડી. ટાંક, હે.કો. કુલદીપસિંહ, કાળુભાઈ, ચિરાગ બસીયાએ ટેકનિકલ એનાલિસીસ કરતા જામનગર તાલુકાના હરદેવસિંહ લખુભા કેર, જયોત પાર્કમાં રહેતા લલીત રમેશભાઈ સાંગાણી, ધરારનગર-૧ પાસે સતગુરૂ સોસાયટીમાં રહેતા મહંમદહનીફ સુલેમાન મોડા, ખંભાળિયા નાકા બહાર ન્યૂ સ્કૂલ પાછળ રહેતા હર્ષ અનિલભાઈ જોઈસર નામના ચાર વ્યક્તિએ બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમીશન મેળવી ઠગાઈથી મેળવેલા નાણા-રૂ।.પ લાખ તથા બેંક એકાઉન્ટને લગતા સાહિત્ય સાથે ઝડપાઈ ગયા છે. ચારેય પાસેથી ૧૧ ચેક તથા પાસબુક, ૯ એટીએમ કાર્ડ, ચાર મોબાઈલ અને રૂ।.પ લાખ રોકડા કબજે કરી લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial