Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરકાયદે જેટીઓ અને દંગાઓ પર કોણ છે મહેરબાન?: કથિત ડ્રગ્સ માફીયાની ગેરકાયદે જેટીને નોટીસ આપી સંતોષ માની લીધો..?
ઓખા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા સહિત મોટા પાયે દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું હતુ પરંતુ ઓખામાં માછીમારી બંદર પર ૫૦ એકરથી વધુ જમીન પર થયેલ દબાણો કેમ તંત્રની નજરમાં નથી આવ્યા? કે પછી આંખ આડા કાન કરવામાં આવ્યા છે એ સવાલ ઉદભવે છે.
ઓખામાં બંદર પર અનેક ગેરકાયદે દંગાઓ અને જેટીઓ જોવા મળે છે. મોટા મોટા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે અને હાલ પણ આવા બાંધકામો ધમધમી રહૃાા છે ત્યારે આ અંગે કેમ કાર્યવાહી થતી નથી એ આશ્ચર્યજનક છે.
ઉલ્લેખનીય છે કે દારૂના વેપલા માટે કુખ્યાત ઓખામાં આવા ગેરકાયદે બાંધકામોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને પણ અંજામ આપવામાં આવતો હોવાની પ્રબળ સંભાવનાઓ છે. દ્વારકા પંથકનો દરીયાકાંઠે ડ્રગ્સની હેરાફેરી માટે પણ જાણીતો છે ત્યારે બંદર પર આવા ગેરકાયદે બાંધકામો દાણચોરી અને નશાનાં નેટવર્ક જેવી પ્રવૃતિનાં આશ્રયસ્થાનો હોય શકે છે.
આવા ગેરકાયદે બાંધકામો પર કોણ મહેરબાન છે? તંત્ર કેમ આ મુદ્દે હજી પણ સુષુપ્ત અવસ્થામાં છે. વહીવટી તંત્ર ઉપરાંત પોલીસે પણ આ મુદ્દે સક્રિય થવાની જરૂર છે. જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા ગેરકાયદે જેટીઓ અને દંગાઓ પર દરોડા પાડવા જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.
કથિત ડ્રગ્સ માફીયાની ગેરકાયદે જેટીને નોટીસ આપી સંતોષ માની લીધો..?
રાજ્ય ભરમાં ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા ઓપરેશન ૧૦૦ કલાક ચાલ્યું હતું જે અંતર્ગત ઓખા માછીમારી બંદર ખાતે ગેરકાયદે જેટીનુ બાંધકામ તોડી પાડવા ઓખા નગરપાલીકા દ્વારા ગત તારીખ ૨૫-૩ ના રોજ નોટીસ આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એ જેટી તોડવામાં આવી નથી અને આજે પણ તે યથાવત સ્થિતિમાં તસ્વીરમાં જોવા મળે છે.
બંદર પર હજારો પરપ્રાંતિયોની ક્યાંય નોંધ નથી..!
ઓખા માછીમારી બંદર પર ગુજરાત બહારથી હજારોની સંખ્યામાં પરપ્રાંતીઓ રોજીરોટી મેળવવા આવતા હોય છે. નવાયની વાત તો એ છે કે આ પરપ્રાંતીઓમાંથી મોટાભાગના પરપ્રાંતીયોની નોંધ થતી નથી.
૧૦૦ કલાક અંતર્ગત કાર્યવાહી કાગળ પર...!
રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પૂર્વે બુટલેગરો ડ્રગ્સ માફીયાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિમા જોડાયેલા લોકોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો આદેશ થયો હતો પરંતુ ઓખા એકલ દોકલ બુટલેગરો ના બાંધકામ તોડી સંતોષ માની લીધો હોય તેમ મોટા મગરમસ્છો ના બાંધકામ આજે પણ યથાવત જોવા મળી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial