Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીઃ
જામનગર તા. ૨૧: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અમૂલ્ય ભેટ સમી 'યોગ વિદ્યા'ને વિશ્વ ફલક પર લાવવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં ૧રમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાની ઉજવણી એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ સાથે ખંભાળિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ૧૨૨૯ સ્થળે યોજાયેલા યોગ કાર્યક્રમમાં અંદાજિત ૧ લાખ ૪ હજારથી વધુ લોકો સહભાગી બન્યા હતા.
કાર્યક્રમમાં અંદાજિત બે હજારથી વધુ લોકોએ સામૂહિક યોગ અભ્યાસ કર્યાે હતો. યોગ બોર્ડના એક્સપર્ટ કોચ દ્વારા યગ દિવસ પ્રાર્થના બાદ યોગાસન, પ્રાણામયામ કરાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, નાગરિકો સાથે કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક માનસેતા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે વિશાખાપટ્ટનમથી રાષ્ટ્રીય તેમજ વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિવસ ઉજવણી કાર્યક્રમોનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉદ્બોધનથી સૌને પ્રેરિત કર્યા હતા. મહાનુભાવો દ્વારા યોગવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગ શપથ, રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
દ્વારકામાં સુદામા સેતુ ખાતે યોગ દિવસની ઉજવણી
૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીરૂપે અંદાજિત ૨૫૦થી વધુ લોકો દ્વારા જિલ્લાના આઈકોનિક સ્થળ સુદામા સેતુ દ્વારકામાં સામૂહિક યોગ અભ્યાસ કરાયો હતો. વહેલી સવારે સુદામા બ્રિજ નજીક યોગ અભ્યાસના દૃશ્યો સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવવાનો સંદેશ આપે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો તેમજ પ્રાંત અધિકારી અમોલ આપટેએ યોગ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial