Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તિંડા એરપોર્ટથી થોડે દૂર જ થયું અદૃશ્ય...!
મોસ્કો તા. ર૪: એર ટ્રાફિક કંટ્રોલરૂમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થઈ ગયું છે. રોઈટર્સના જણાવ્યા અનુસાર વિમાન રશિયાના પૂર્વી અમુર ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. આ એએન-ર૪ વિમાનમાં લગભગ પચાસ મુસાફરો સવાર હતાં. આ વિમાન ક્રેશ થતા તમામ મુસાફરો મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાવાઈ રહી છે.
રશિયામાં એક પેસેન્જર વિમાન અચાનક ગુમ થયું છે. જેમાં પ૦ લોકો સવાર હતાં. અમુક ક્ષેત્રમાં ઉડાન ભરી રહેલી ફલાઈટ સાથે અચાનક સંપર્ક તૂટ્યો હોવાનું સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું. વધુમાં રશિયન એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે, પ૦ પેસેન્જર-ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા એએન-ર૪ પેસેન્જર પ્લેન સાથે અમુર ક્ષેત્રમાં સંપર્ક તૂટ્યો છે.
લોકલ ઈમરજન્સી મિનિસ્ટ્રી અનુસાર સાબેરિયાની અંગારા તરીકે અળખાતી એરલાઈન દ્વારા આ પ્લેન ઓપરેટ થઈ રહ્યું હતું. જે ચીનની સરહદ નજીક આવેલા અમૂર શહેરમાંથી અચાનક રડાર સ્ક્રિનમાંથી ગુમ થયું હતું.
પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ આ પ્લેનમાં પાંચ બાળકો સહિત કુલ ૪૩ પેસેન્જર સવાર હતાં. તેમજ છ ક્રૂ સભ્યો ઓન બોર્ડ હતાં. તમામ જરૂરી સુરક્ષા અને બચાવ દળને પ્લેનની શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
આ પ્લેન તેના ડેસ્ટિનેશનની થોડા કિલોમીટર જ દૂર હતાં. ત્યાં અચાનક રડારમાંથી ગુમ થયું હતું. અંગારા એરલાઈન્સ તિંડા એરપોર્ટથી થોડા કિ.મી. દૂરથી એએન-ર૪ ન સંપર્ક સાધવામાં નિષ્ફળ રહી હતી.
છેલ્લા અહેવાલ મુજબ આ વિમાન ક્રેશ થતા તમામ મુસાફરના મૃત્યુની આશંકા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial