Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં અન્ન સંતૃપ્તિકરણ કાર્યક્રમ યોજાયો

ગંગાસ્વરૂપા, વૃદ્ધો, દિવ્યાંગ લાભાર્થીઓને યોજનાકીય લાભો અર્પણ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં ખંભાળિયામાં *અન્ન સંતૃપ્તિકરણ અભિયાન* અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધો અને દિવ્યાંગ લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાન્વિત કરાયા હતા. ગરીબો તથા વંચિતો સહિત કોઈપણ નાગરિક ભૂખ્યા ન રહે તેની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે તેમ પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું.

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષતામાં ટાઉનહોલ ખંભાળિયામાં 'અન્ન સંતૃપ્તિકરણ અભિયાન' અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કહૃાું કે, ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભાન્વિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો એ માટે ગૌરવની લાગણી અનુભવું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન  રહે તેની ચિંતા કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં મૂકી હતી. આહાર, આવાસ અને આરોગ્ય થકી ગરીબી તથા વંચિતોના સશક્તિકરણ માટે ભગીરથ પ્રયાસો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

વધુમાં મંત્રીએ કહૃાું કે, કોરોના  મહામારીના કપરા સમયમાં જ્યારે તમામ પ્રવૃત્તિઓ બંધ હતી ત્યારે દેશના કોઈપણ નાગરિક અનાજથી વંચિત ન રહે તેની તકેદારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાખી હતી. છેવાડાના માનવી સુધી પોષણક્ષમ અનાજ મળી રહે તે માટે સુવ્યસ્થિત આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કર્યું છે. એમાં ખાસ કરીને તહેવારોના સમયમાં પણ ગરીબો તથા વંચિતોના ખ્યાલ રાખી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. મારો સૌને અનુરોધ છે કે હજુ પણ આપણી આસપાસ જો કોઈ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સહિત વિવિધ યોજનાઓ લાભાર્થીઓ બાકી રહી જતા હોય તો તેમને પણ લાભ મળે તેવો પ્રયાસ કરવો જોઈએ.

આ તકે કલેકટર રાજેશ તન્નાએ કહૃાું હતું કે, ગરીબ તથા છેવાડાના નાગરિકોને અન્ન પુરવઠા બાબતમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સિક્યોરિટી બાબતને ગંભીરતાથી લઈ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તંદુરસ્તીનો મુખ્ય આધાર પોષણ જેના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી ઉત્તમ કાર્ય કર્યું છે.

રાજ્ય સરકારના *અન્ન સંતૃપ્તિકરણ અભિયાન* રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના માધ્યમથી ગરીબ અને નબળા વર્ગો સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડવાનો એક ઉત્તમ પ્રયાસ છે. જેમાં ખંભાળિયા ટાઉનહોલમાં મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં અંદાજિત બે હજાર કરતા વધુ ગંગા સ્વરૂપા બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ અને દિવ્યાંગ લાભાર્થીઓને લાભ વિતરિત કરવામાં લાવ્યા હતા.

કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા પુરવઠા અધિકારી કૃષ્ણા સોલંકી તેમજ આભારવિધિ મામલતદાર વિક્રમ વરૂ દ્વારા કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સયુંકત નિયામક સી.એ.ગાંધી, અંગત સચિવ ચેતન ગણાત્રા, પ્રાંત અધિકારી કે.કે.કરમટા સહિત અંગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh