Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંધના મુસ્લિમ શાસક દ્વારા બળજબરીથી ધર્મપરિવર્તન સામે કડક અનુષ્ઠાન કરાયુ હતું
જામનગર તા. ૧૫: ૬ જુલાઈ થી ૨૫ ઓગસ્ટ સુધી સિંધી સમાજમાં ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ જીના પવિત્ર ૪૦ દિવસના 'ચાલીહા મહોત્સવ'નો પ્રારંભ થયો છે. ચાલીસ દિવસ બ્રહ્મચારીતા અપનાવી કઠોર નિયમો પાડી, અનુષ્ઠાન સાથે ઉપવાસ રાખી ઇષ્ટદેવની ઉપાસનામાં સમગ્ર સિંધી સમાજ જોડાશે.
બુધવારથી જામનગર સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલજીના 'ચાલીહા સાહેબ મહોત્સવ' શરૂ થશે. જે તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૫, સોમવાર સુધી ચાલશે. જેમાં સિંધી સમુદાય ના લોકો ૪૦ દિવસ સુધી ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલજીના ઉપવાસ રાખી કઠોર નિયમો પાડી બ્રહ્મચારીતા થી અનુષ્ઠાનમાં જોડાઈ પૂજા અને ધાર્મિક કાર્યો સાથે આ પવિત્ર દિવસો પસાર કરે છે. ચાલીહા સાહેબને લઇને જામનગરમાં આવેલા તમામ ઝૂલેલાલ મંદિરોમાં છેલ્લા ૧૫ દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગરમાં વસતા લાખો સિંધી ભાઇઓ-બહેનોમાં આ ઉત્સવને લઇને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ઝૂલેલાલ મંદિરોમાં ચાલીહા સાહેબ મહોત્સવ ને લઇને મંદિરોમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. ધામધૂમથી રીતરિવાજ સાથે અનુષ્ઠાન માં જોડાઈ ચાલીહા મહોત્સવ મનાવાશે. ૪૦ દિવસ બાદ વ્રતની સમાપ્તિ કરી ૪૧ માં દીને મટકી અને ભહેરાણા સાહેબ સરઘસ સહિતના કાર્યક્રમો યોજી પૂર્ણાહુતી કરશે. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ જોડાશે.
ચાલીહા સાહેબ વ્રત શા
માટે રાખવામાં આવે છે?
હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં હજારો વર્ષ પૂર્વે હિંદુ ધર્મ પર આફત ની ઘડી આવી હતી જેમાં ત્યારના મુસ્લિમ શાસક મિરખશાહ દ્વારા અત્યાચાર આચરી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી હિંદુમાંથી મુસ્લિમ બનવા દુષણો કરવામાં આવતા જેનાથી રક્ષણ કરવા બચવા માટે સિંધી સમુદાય દ્વારા સિંધુ નદીના કિનારે ૪૦ દિવસ પૂજા અર્ચના ઉપવાસ કરી ભગવાનને રીઝવ્યા હતા અને કઠોર સાધનાને સ્વીકારી ભગવાન સ્વયં દર્શન આપ્યા હતા આ દરમિયાન ભગવાન ઝૂલેલાલનો અવતાર થશે અને ધર્મ પર આવેલ આપત્તી અને સિંધી સમાજને અત્યાચારો માંથી મુક્તી અપાવશે તેવી આકાશવાણી થઇ હતી. જે બાદ વિષ્ણુ અવતારી વરુણદેવ જલદેવતા ભગવાન શ્રી ઝુલેલાલજીનો ધરતી પર અવતાર થયો હતો જે બાદ ધર્મની રક્ષા કાજે લીલા રચી પરત જલ અને જ્યોતિના સંગમમાં અંતરમાન થયા હતા તે દોર થી આજ દિન સુધી પાકિસ્તાન સિંઘ અને ભારતભરમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની આ લીલાના સાક્ષી બન્યા હતા તે યાદમાં આ ચાલીહા મનાવવામાં આવે છે.
ચાલીહા સાહેબ વ્રત અનુષ્ઠાનમાં કયા નિયમોનું પાલન કરવામાં આવે છે?
૪૦ દિવસ ઉપવાસ કરવાની સાથે ૪૦ થી વધારે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ઉપવાસીએ બાલ-દાઢી ન કરવી, શરીર એ સૌંદર્ય ચીજો અંગીકાર ન કરવો, ગૃહસ્થ જીવનથી દુર રહેવું, નશીલા પદાર્થોનું સેવન ન કરવું, શાકાહારી ભોજન લેવું, સફેદ ખાદ્યચીજોથી દુર રહેવું, ચાર પાય ખુરશી પર ના બેસવું પલંગ પર ન સુવું, શરીર પર ચામડા નો અંગીકાર કરવો નહિ, બહારનું ખાવું નહીં સહિતના નિયમોનું પાલન કરવાનું રહે છે. મંદિરમાં દર્શન માટે આરતી માટે જવાનું હોય છે. ચાલીહા સાહેબના છેલ્લા દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે. અને વિધિવિધાનથી વ્રતની સમાપ્તિ કરી પુનઃ સાંસારિક જીવનમાં ફરવામાં આવે છે.
સિંધી સમાજ દ્વારા ચાલીહા વ્રત તેમજ દરેક પ્રસંગ પર ભહેરાણા સાહેબ પૂજા
શા માટે થાય છે?
સિંઘ પ્રાંતમાં ધર્મની રક્ષા કાજે અવતાર લઈ ભગવાન શ્રી ઝુલેલાલજીએ પોતાના લીલા રચી હતી અને દુષ્ટ પાપી સાશકોને લીલા વડે શિક્ષા બોધના પાઠો ભણાવી ધર્મની રક્ષા કરી હતી જે સમય વીત્યા બાદ જલ માં જ્યોતિ સ્વરૂપે અંતરમાન થયા હતા અને જેમાં ભગવાનને આદેશ કર્યો હતો આગામી સમયમાં જ્યાં જ્યાં જલ જ્યોતિનો સંગમ હશે ત્યાં ત્યાં હું સાક્ષાત હાજર હોઇશ તે બાદ વિદાય લીધી હતી ત્યારથી આજ સુધી સિંધી સમાજ દ્વારા પોતાના પરિવારમાં કોઈ પણ પ્રસંગે ભહેરાણા જ્યોતિ સ્વરૂપે ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી બાદ તેને રીતી રીવાજથી જલ પરવાન કરવામાં છે જે પળમાં જલ પર જ્યોતિનો સંગમ થતા પલ્લવ (પ્રાર્થના) આરતીની આહુતિ આપવામાં આવે છે.
શું છે ભહેરાણા સાહેબ?
સિંધી સમુદાય દ્વારા લોટનો મહાકાય દીપ બનાવી તેમાં જાત જાતના શણગાર કરી જ્યોત સ્વરૂપે ભગવાનને બિરાજમાન કરી જ્યોતને પ્રગટાવવામાં આવે છે જે ભજન ભાવ કરી પૂજા અર્ચના બાદ તે લોટ વારા દીપ સાથે જ્યોતને નદી, તળાવ, સમુદ્ર જેવા જળદ્વીપ સ્થળે જલ પરવાન કરવામાં આવે છે. જે દીપ સ્વરૂપને ભહેરાણા સાહેબ કહેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial