Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૬: જામનગર-રાજકોટ ધોરીમાર્ગે સતવારા જ્ઞાતિ કન્યા કેળવણી સંકુલનું લોકાર્પણ તેમજ કન્યા છાત્રાલય અને સમસ્ત સતવારા જ્ઞાતિ મહાસંમેલનનું તા. ૭-૧૧-ર૦રપ ના સવારે ૯ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મુખ્ય દાતા ડો. પ્રાગજીભાઈ વેલજીભાઈ પરમાર જામનગર ઉપસ્થિત રહેશે, જ્યારે મોટી હવેલીના પૂ. વલ્લભરાય મહોદય, આણદાબાવા આશ્રમના મહંત પૂ. દેવીપ્રસાદ મહારાજ, નવતનપુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણિજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી ચતુર્ભૂજદાસજી, પાકંડસર જાગીર કચ્છના સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ, ઉદાસીન, એક છોટે હરિદ્વારના પૂ. મહંત શ્રી દેવસીબાપા, ખાખી મઢી આશ્રમ આંબરડીના શ્રી રામદાસ ગુરૂશ્રી ૧૦૮ ભરતદાસ બાપુ અને ધુંવાવના લાલજી બાપાના આશ્રમના પ.પૂ. મહંત શ્રી અરજણબાપુ આશીર્વચન અને વચનામૃત પાઠવશે.
ઉપરાંત મુખ્ય મહેમાનમાં રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા જ્ઞાતિ અગ્રણી જશરાજભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial