Advertisement
Author: નોબત સમાચાર

વૈશ્વિક પોઝિટિવ અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો...!!

તા. ૧૫-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

ફંડો અને ખેલંદાઓ તરફથી નવી ખરીદીના વલણ સાથે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકામાં મોંઘવારીના તાજા આંકડાઓ અપેક્ષા કરતા સ્થિર રહેતાં અને વ્યાજદરમાં તાત્કાલિક વધારો ન થવાની આશાએ વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.

ચીન સાથેના વેપાર સંબંધોમાં સુધારાની આશા તથા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શાંતી સ્થાપવાના પ્રયત્નોને લઈને રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો હતો. વૈશ્વિક સ્તરે બનેલા આ અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ પણ સુધરતાં આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૩%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૬% અને નેસ્ડેક ૦.૭૬% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૩૬ અને વધનારની સંખ્યા ૧૫૭૪ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, રિયલ્ટી, યુટીલીટી, પાવર, ફોકસ્ડ આઈટી, ટેક, મેટલ અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૬,૯૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૭,૫૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૬,૬૫૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૨૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૭,૦૯૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૫૯,૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૬૧,૪૧૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૫૯,૭૯૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૩૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૬૦,૩૩૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

અદાણી એનર્જી (૯૩૩) : પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૯૬૯ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ કાર્ડ્સ (૯૧૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૮૯૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૮૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

એલઆઈસી હાઉસિંગ (૫૭૦) : રૂ.૫૫૬ નો પ્રથમ તેમજ રૂ.૫૪૪ બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૮૮ થી રૂ.૫૯૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

ભારત ઈલેક્ટ્રોનિક્સ (૪૦૪) : એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક સ્તરે રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર માટે આગામી દિવસોમાં દબાણ ભરેલું વાતાવરણ જોવા મળી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ફરી ભડકેલા ટ્રેડવોરના કારણે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સમાં જોખમ વધશે, જેના સીધા પ્રભાવ તરીકે ભારતીય બજારમાં વિદેશી ફંડની પ્રવાહમાં અસ્થિરતા જોવા મળી શકે છે. ક્રુડ ઓઈલના ભાવોમાં ઉછાળો પણ ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક પરિબળ તરીકે કામ કરી શકે છે, કારણ કે તે મોંઘવારી દબાણ વધારી શકે છે. પરંતુ લાંબા ગાળે જોવામાં આવે તો ભારતીય શેરબજારનું આઉટલુક પોઝીટીવ છે.

મજબૂત મેક્રો ઈકોનોમિક ફંડામેન્ટલ્સ, કોર્પોરેટ કમાણી વૃદ્ધિ અને સ્થાનિક ફંડોનું સતત રોકાણ - આ બધા પરિબળો બજારને નીચા મથાળેથી ટેકો આપશે. વિદેશી ફંડો ટૂંકા ગાળાના જોખમોથી દૂર રહેતાં હોવા છતાં, ભારતીય અર્થતંત્રની સ્થિર વૃદ્ધિ અને વૈશ્વિક તુલનામાં ઓછી અસ્થિરતાને કારણે તેઓ પાછા વળવાની સંભાવના રહે છે. આવનારા દિવસોમાં બજારમાં ધીમે ધીમે સ્થિરતા અને પુનઃઉછાળો જોવા મળી શકે છે. તેથી, ટૂંકા ગાળામાં તણાવ છતાં લાંબા ગાળે ભારતીય શેરબજાર માટે દિશા હકારાત્મક રહેવાની શક્યતા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh