Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી-કૃષિમંત્રીને બિરદાવીને
જામનગર તા. ૧૧: જામનગર એપીએમસી ચેરમેન મુકુંદભાઈ સભાયાએ રૂા. ૧૦ હજાર કરોડના કૃષિ રાહત પેકેજને આવકારી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે, અને જણાવ્યું છે કે, ખેડૂતોને ત્વરિત સહાય અને ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નિર્ણય ઐતિહાસિક અને સરાહનીય છે.
ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ નુક્સાનીમાં મદદરૂપ થવા રાજ્ય સરકારે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ અંગે પ્રતિભાવ આપતા જામનગર એપીએમસીના ચેરમેન મુકૃંદભાઈ સભાયાએ જણાવ્યું કે, ખેડૂતો માટે કમોસમી વરસાદના કારણે થયેલ નુક્સાનનો તાત્કાલિક સર્વે કરાવી ખૂબ જ ટૂંક સમયમાં ઐતિહાસિક નિર્ણય કરી રૂા. ૧૦ હજાર કરોડનું પેકેજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયું તે ખૂબ જ સરાહનિય છે, તેમ જણાવી ખેડૂતોને આ રાહત પેકેજ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે ટેકાના ભાવે થનાર મગફળીની ખરીદીના નિર્ણયને પણ આવકારતા જણાવ્યું કે, આ નિર્ણયોથી ખેડૂતોને ખૂબ રાહત થશે અને તેઓને પોષણક્ષમ ભાવો મળશે, જે કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક પગલું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial