Advertisement
Author: નોબત સમાચાર

એસઆઈઆર માટે જામનગર જિલ્લામાં માર્ગદર્શક કેમ્પોઃ ચૂનાવ સેતુ-બૂક કોલ વિથ બીએલઓનો વિકલ્પ

જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો સાથે યોજી બેઠકઃ પત્રકાર પરિષદમાં અપાઈ માહિતીઃ તમામ બૂથો પર તા. ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બરે બીએલઓ રહેશે હાજર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: તા. ૧-૧-૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સધન સુધારણા (એસઆઈઆર) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ચાલી રહેલ આ કામગીરી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ અલગથી બેઠક યોજીને વિગતવાર માહિતી તથા માર્ગદર્શન અપાયા હતાં.

પત્રકાર પરિષદમાં એસઆઈઆર કામગીરી અંતર્ગત ફોર્મ વિતરણની કામગીરીને લઇને જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ બીએલઓ દ્વારા લોકોના ઘરે જઈને ગણતરી ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૧૨લાખ ૪૧હજાર ૯૭ મતદારો છે. જે પૈકીના ૧૦ લાખ ૧૮ હજાર જેટલા મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આમ ફોર્મ વિતરણની કામગીરી ૮૨.૦૮% પૂર્ણ થઈ છે.

એસઆઈઆરની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે બી.એલ.ઓ.ને મદદ કરવા અન્ય કચેરીના કર્મચારીઓની સ્વયં સેવક તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીએલઓ દ્વારા ગણતરીના સમયગાળા દરમ્યાન ત્રણ વખત મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે.

લોકોને સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ  સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સંબંધિત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે. આ વિશેષ  કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ  ભરવા માટે મદદની જરૂર  હોય તેઓને પણ બીએલઓ મદદરૂપ થશે.

મતદાર બીએલઓનો ફોનથી સંપર્ક કરી શકે તે માટે રંંૅજઃ//ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ ૫રથી બુક એ કોલ વીથ બીએલઓ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે.  જો કોઈ મતદારે ઓનલાઈન ઈન્યુમેરેશન ફોર્મ ભરવું હોય હોય તો વોટર'સર્વિસ પોર્ટલ રંંૅજઃ //ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ર્ઙ્મખ્તૈહ પરથી ભરી શકશે.

રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં

જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ગણતરી ફોર્મ ભરવા અંગે લોકોને સરળતા રહે તે હેતુથી ઓનલાઈન કામગીરી કયા પ્રકારે કરવી તે અંગે જાણકારી આપી હતી. તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને બી.એલ.એ.ને ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકોને સરળતા રહે તે હેતુથી જામનગર જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ તા.૨૨-૨૩ નવેમ્બરના સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી સંબંધિત ભાગના બુથ લેવલ ઓફિસર તેમના મતદાન મથકમાં હાજર રહેશે. આ વિશેષ  કેમ્પમાં બાકી રહેલા મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપીંગ / લીન્કીંગ કરાવી શકશે. જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ની મતદારયાદી શોધવામાં પણ બીએલઓ મદદરૂ૫ થશે.

મતદાર બીએલઓનો ફોનથી સંપર્ક કરી શકે તે માટે રંંૅજઃ//ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ પરથી બુક એ કોલ વીથ બીએલઓના વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે.  જો કોઈ મતદારે ઓનલાઈન એન્યુમેરેશન ફોર્મ ભરવુ હોય તો વોટર સર્વિસ પોર્ટલ  રંંૅજઃ// ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ/ર્ઙ્મખ્તૈહ પરથી ભરી શકશે. આ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને વધુ માર્ગદર્શન અથવા મદદની જરૂર હોય તો તેઓ જે તે વિધાનસભા મતદાર વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારીનો સંપર્ક કરી શકશે.

રાજકીય પક્ષોની બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેકટર બી. એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસર ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા. 

મતદારોને એસઆઈઆર સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે 'ચુનાવ સેતુ'

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના ૧૨ રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) જાહેર કરાયો છે. ત્યારે મતદારો એસઆઈઆર સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી 'ચુનાવ સેતુ' વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. જે અંતર્ગત, રંંૅજઃ//ષ્ઠરેહટ્ઠદૃજીંે-જીટ્ઠષ્ઠિર.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/ લિંક પર જઈને મતદારો વર્ષ-૨૦૦૨ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-ઈપીકની યાદીમાં પોતાનું નામ, તેમની એપીક વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(એસઆઈઆર) હાથ ધરવામાં આવે છે. જે મુજબ, વર્ષ-૧૯૫૧ પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી ૭મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે.

હાલ તા. ૪થી ડિસેમ્બર સુધીના તબક્કામાં બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. એસઆઈઆરની આ કામગીરીમાં નાગરિકો પણ ઉત્સાહભેર સહયોગ આપીને મતદાર તરીકેની પોતાની ફરજ નિભાવી રહૃાા છે, ત્યારે આ વેબસાઇટના માધ્યમથી મતદારોની કામગીરી વધુ સરળ બની રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh