Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    ૫ાકિસ્તાનને 'માપ'માં રહેવાનો સંકેતઃ
ભૂજ તા. ૩૧ઃ ઓપરેશન ત્રિશૂલ હેઠળ ભારતીય સેનાએ ગુજરાતના સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે, જેમાં રપ હજાર જવાનો ઉમટી ફાઈટર જેટ-યુદ્ધ જ્હાજો પણ જોડાશે.
પાકિસ્તાનથી જોડાયેલી દેશની પશ્ચિમી સરહદો પર ભારતીય સેનાની ત્રણેય પાંખ (જમીન, વાયુ અને નૌકાદળ) નો સંયુક્ત મહાયુદ્ધ અભ્યાસ 'ત્રિશૂલ'નો પ્રારંભ થઈ ગયો છે. 'ઓપરેશન સિંદૂર' પછી આ પહેલીવાર છે જ્યારે ભારત કોઈ વ્યૂહાત્મક પડકારનો સામનો કરવા માટે યુદ્ધના તમામ સંભવિત ક્ષેત્રોમાં પોતાની યુદ્ધ કુળશતાનું પરીક્ષણ કરી રહ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં યોજાઈ રહેલા આ અભ્યાસને પાકિસ્તાન માટે એક સ્પષ્ટ ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભારત વ્યૂહાત્મક સંદેશ આપવા માગે છે કે, જો પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની હિંમત કરાશે, તો જવાબ સરહદ પાર સુધી જશે અને ભારત સરહદોની સુરક્ષા માટે દરેક પડકારનો સામનો કરવા સજ્જ છે.
આ અભ્યાસ ૧૦ નવેમ્બર સુધી ચાલશે, જેમાં ત્રણેય સેનાના રપ હજારથી વધુ જવાનો ભાગ લઈ રહ્યા છે. આ અભ્યાસમાં રાફેલ અને સુખોઈ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ, ઓપરેશન સિંદૂરમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર બ્રહ્મોસ અને આકાશ મિસાઈલ સિસ્મ, યુદ્ધ ટેન્ક, ઈન્ફન્ટ્રી કોમ્બેટ વાહનો, હેલિકોપ્ટર, લાંબા અંતરની આર્ટિલરી સિસ્ટમ, ડ્રોન અને નૌકાદળના યુદ્ધ જ્હાજો ભાગ લેશે.
ત્રણેય પાંખ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં સંયુક્ત કામગીરી, દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા અને મલ્ટી ડોમેન વોરફેરનો અભ્યાસ કરશે.
'ત્રિશૂલ' યુદ્ધાભ્યાસનું મુખ્ય કેન્દ્ર ગુજરાતના કચ્છ વિસ્તાર પર રહેશે. આ અંગે તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાને સર ક્રીક વિસ્તારમાં કોઈ દુસ્સાહસ કર્યું તો તેનો જવાબ એવો મળશે જે ઈતિહાસ અને ભૂગોળ બદલી નાખે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કરાચીનો રસ્તો પણ ક્રીક થઈને જાય છે.
આ અભ્યાસનો એક હેતુ વાસ્તવિક યુદ્ધના મલ્ટી-ડોમેન ઓપરેશનલ વાતાવરણમાં સેનાની યુદ્ધ ક્ષમતા, સંકલન અને અભિયાનગત તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે. આનાથી આધુનિક યુદ્ધક્ષેત્રમાં ઉભરતા જોખમોનો સામનો કરવાની ક્ષમતા મજબૂત થશે. દુશ્મનની દરેક ગતિવિધિને સમયબદ્ધ રીતે ઓળખવી એ પણ અભ્યાસનો એક મુખ્ય હેતુ છે.
મલ્ટી ડોમેન ઓપરેશનમાં જમીન, થળ, આકાશ, સાયબર અને ઈલેક્ટ્રોનિક્સ જેવા તમામ ક્ષેત્રોમાંથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટેનો અભ્યાસ કરવામાં આવે છે. આધુનિક યુદ્ધો માત્ર જમીન, સમુદ્ર કે હવા પૂરતા સીમિત નથી, પરંતુ તેમાં અવકાશ અને સાયબર સ્પેસ જેવા નવા ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે, તેથી દુશ્મનને હરાવવા તમામ ક્ષેત્રોની સંયુક્ત ક્ષમતાઓનું પરીક્ષણ કરવું જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  