Advertisement
Author: નોબત સમાચાર

તાંત્રિકવિધિના બહાને પરિવારને વિશ્વાસમાં લઈ દુષ્કર્મ ગુજારનારને ૧૦ વર્ષની સખત કેદ

ભાણવડના મોડપરના શખ્સને પોક્સો કોર્ટે કરી સજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ભાણવડના મોડપર ગામના એક શખ્સે તાંત્રિકવિધિ કરી આપવાનું કહી એક પરિવારને વિશ્વાસમાં લીધા પછી તે પરિવારની સગીર પુત્રીનંુ અપહરણ કરી દુષ્કર્મનો ભોગ બનાવી હતી. પોલીસમાં થયેલી તેની ફરિયાદ પછી આરોપીની ધરપકડ કરાઈ હતી. આ શખ્સને ખાસ પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદ અને રૂ।.૭૫૦૦નો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને રૂ।.૫૦ હજાર વળતર પેટે ચૂકવવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામમાં મફતીયાપરા વિસ્તારમાં રહેતા રઝાક મામદ નાગલા ઉર્ફે ટકા નામના શખ્સે સવા વર્ષ પહેલાં એક પરિવારને તાંત્રિકવિધિ કરી આપવાનું કહી વિશ્વાસમાં લીધો હતો. ત્યારપછી આ પરિવારના સતત સંપર્કમાં રહેલા રઝાક ઉર્ફે ટકાએ તે પરિવારની સગીર વયની પુત્રીને નસાડી જઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ બાબતની ગઈ તા.૧૫-૧૨-૨૦૨૪ના દિને ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસ પછી આરોપી રઝાક મામદ નાગલા ઉર્ફે ટકો ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ફરિયાદી તેમજ ભોગ બનનાર, તપાસનીશ અધિકારી, તબીબ તેમજ અન્ય સાક્ષીઓની જુબાની રજૂ કરી હતી. બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી રઝાક મામદ નાગલા ઉર્ફે ટકાને તક્સીરવાન ઠરાવી બીએનએસની કલમ ૧૩૭ (ર)ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદ અને રૂ।.૨૫૦૦નો દંડ તેમજ પોક્સો એક્ટની કલમ ૪ (૧)ના ગુન્હામાં ૧૦ વર્ષની સખત કેદ અને રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને કમ્પેઈન્સેશનમાંથી રૂ।.૫૦ હજાર વળતર પેટે ચૂકવવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh