Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બન્ને દેશોએ ઊંચો ટેરિફ પરસ્પર લાદ્યો હતો
વોશિંગ્ટન તા. ૧૨: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પરનો ટેરિફ ત્રણ મહિના માટે સ્થગિત કરતા બન્ને દેશો વચ્ચેના નવા ટ્રેડ વોર પર હાલ૫ૂરતુ અલ્પવિરામ મુકાયુ છે.
અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ ૨૦૧૮થી ચાલી રહૃાા છે. આ વિવાદ બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક નીતિઓમાં મૂળ ધરાવે છે. એપ્રિલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વસ્તુઓ પર ૧૪૫ ટકા ટેરિફ વધાર્યો, જેનો જવાબ ચીને અમેરિકાની આયાત પર ૧૨૫% ટેરિફ લગાવ્યો હતો. આનાથી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બંને દેશોનું અર્થતંત્ર દબાણ હેઠળ આવી ગયું હતું.
જૂનમાં જીનીવામાં વાટાઘાટો અને લંડનમાં બેઠકો પછી બંને પક્ષો ટેરિફને અસ્થાયી રૂપે ઘટાડવા સંમત થયા. જો કે, આ રાહત અલ્પજીવી સાબિત થઈ, કારણ કે ઓગસ્ટમાં ફરીથી ઊંચા ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવી રહી હતી.
અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા ૯૦ દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નો ટાળ્યાના થોડા કલાકો પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટ્રમ્પને પૂછ્યું હતું કે 'શું તેઓ ૧૨ ઓગસ્ટની સમયમર્યાદા લંબાવશે?' જવાબમાં ટ્રમ્પે કહૃાું, 'અમે જોઈશું કે શું થાય છે.' આ સૂચવે છે કે વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે વાતચીત હજુ પણ ચાલુ છે અને બંને પક્ષો કાયમી ઉકેલ શોધી રહૃાા છે.
હાલમાં ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર ૩૦ ટકા ટેરિફ લાદવામાં આવે છે, જેમાં ૧૦ ટકા બેઝ રેટ અને વધારાના ૨૦ ટકા ફેન્ટાનાઇલ-સંબંધિત ટેરિફનો સમાવેશ થાય છે. આ ટેરિફ ફેબ્રુઆરી અને માર્ચમાં અમેરિકા દ્વારા લાદવામાં આવ્યા હતા. બીજી તરફ, ચીને અમેરિકા આયાત પરનો દર ઘટાડીને ૧૦ ટકા કર્યો હતો.
નિષ્ણાતો માને છે કે ટેરિફ વિસ્તરણ ફક્ત બંને દેશોના જીડીપી પર અસર કરશે નહીં, પરંતુ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા પણ વધારશે. રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવશે, જ્યારે આયાત-નિકાસ પર નિર્ભર કંપનીઓના ખર્ચમાં વધારો થઈ શકે છે.
જો આગામી ૯૦ દિવસમાં કોઈ નક્કર ડીલ ન થાય, તો ટેરિફ દરો ફરીથી વધી શકે છે, જેના કારણે વૈશ્વિક વેપારમાં મોટો ઘટાડો થઈ શકે છે. અમેરિકાના મુખ્ય વેપારી ભાગીદારો અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ વિવાદનો અંત લાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે આ સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય એક વ્યૂહાત્મક અલ્પ વિરામ છે, જે બંને દેશોને વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવાની તક આપશે, પરંતુ જો કોઈ કરાર ન થાય તો તે *ટ્રેડ વોર ૨.૦* ની શરૂઆત હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial