Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિપસિંહજી ધ્રોલ ભાયાત છાત્રાલય દ્વારા
જામનગર તા. ૧૩: દિપસિંહજી ધ્રોલ રાજપૂત છાત્રાલય દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ''વિદ્યા સત્કાર સમારોહ'' યોજાશે, આ અંગે વિદ્યાર્થીઓ પાસેથી વિગતો મંગાવાઈ છે.
દિપસિંહજી ધ્રોલ ભાયાત રાજપૂત (ક્ષત્રિય-ગિરાસદાર) છાત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૫માં પણ રાજપૂત સમાજના હોશિયાર તથા તેજસ્વી વિદ્યાર્થીઓના શૈક્ષણિક યશને વધારવા માટેે ''વિદ્યા સત્કાર સમારોહ'' નું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના શૈક્ષણિક વિકાસને વેગ આપવાના હેતુસર આ સમારોહનું આયોજન કેવળ પ્રમાણપત્ર પૂરતું નહીં, પણ સમાજના નવતર ઉત્કર્ષ માટે પ્રેરણારૂપ બની રહેશે. વિશિષ્ટ પાત્રતા ધરાવતા ધો. ૧થી૯ તથા ૧૧ના વિદ્યાર્થીઓ તેમજ ધો.૧૦ અને ૧૨માં ૭૫% કે તેથી વધુ ટકાવારી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે સન્માનની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્નાતક અથવા અન્ય અભ્યાસક્રમોમાં અંતિમ વર્ષમાં ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ આ સમારોહમાં સ્થાન અપાશે. શ્રેષ્ઠતા માટે સમર્પિત આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસી પાસ કરનાર, ક્લાસ ૧ અને ૨ માં સીધી ભરતીમાં સફળ થયેલા ઉમેદવારો, પીએચ.ડી, કે સમકક્ષ શૈક્ષણિક ડિગ્રી ધરાવતા, તેમજ રાષ્ટ્રીય અથવા રાજયકક્ષાની રમતોમાં એનસીસી 'સી' સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વિશિષ્ટ સન્માન અપાશે. તેમજ, બોર્ડની મેરિટમાં સ્થાન મેળવનાર તથા રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી એવોર્ડથી નવાજાયેલા ઉમેદવારોને પણ ખાસ માન આપવામાં આવશે.
આ સમારોહમાં દરેક કેટેગરીમાંથી સર્વોચ્ચ ટકાવારી ધરાવતાં એક વિદ્યાર્થી તથા એક વિદ્યાર્થિનીને 'વિશિષ્ટ પસંદગી' દ્વારા સન્માનિત કરવામાં આવશે, જે તમામ માટે પ્રેરણાનું કારણ બનશે. વિદ્યાર્થીઓને તેઓ પોતાના ૨૦૨૫ના પરિણામોની ઝેરોક્ષ નકલ તથા જરૂરી વિગતો ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં છાત્રાલયના કાર્યાલયમાં જમા કરે.
વધુ માહિતી માટે અશ્વિનસિંહ જાડેજા (મો.૮૭૮૦૪૧૭૧૨૦), હરદેવસિંહ જાડેજા (મો.૯૪૨૬૯૭૫૮૩૩)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial