Advertisement
Author: નોબત સમાચાર

દરબારગઢ જીઈબીવાળી શેરીમાં છલકાતી ભૂગર્ભ ગટરઃ લોકો પરેશાન

અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ દાદ દેતું નથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના દરબારગઢ, જીઈબી વાળી શેરીમાં સફાઈ કામદારોની ઓફિસ પાસે જ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. જ્યાં સફાઈ કામદારોની દરરોજ હાજરી ૫ુરવામાં આવે છે.જેમાં દરબારગઢ, જીઈબી વાળી શેરીમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે, પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી, પરિણામે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

લતાવાસીઓ દ્વારા અનેક વખત ફરિયાદો કરી છે, પરંતુ તંત્ર દ્વારા ભૂગર્ભની કુંડીની સફાઈ કરવામાં આવતી નથી. જો યોગ્ય સફાઈ કામગીરી હાથ ધરવામાં નહી આવે તો રોગચાળો ફેલાવાની દશેહત વ્યક્ત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh