Advertisement
Author: નોબત સમાચાર

નદી પરના પુલના કામ માટે ડાયવર્ઝનના કામ બાબતે ડખ્ખા પછી સદસ્ય પર હલ્લો

કૂતરાની બાબતે હુમલાની વળતી ફરિયાદ કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના દિગ્વિજય પ્લોટની શેરી નં.૪૯માં કૂતરા બાબતે પાડોશી વચ્ચે થયેલા ડખ્ખા પછી પોલીસમાં વળતી ફરિયાદ કરવામાં આવી છે. એક મહિલાએ ઘરમાં ઘૂસી જવા અંગે રાવ કરી છે. જ્યારે લાલપુરના ખીરસરામાં પુલના કામ માટે ડાયવર્ઝન કાઢવાના કામના સ્થળે ગયેલા ગ્રામ પંચાયતના સદસ્યને એક શખ્સે ધોકાથી ફટકાર્યા હતા.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં હનુમાન ટેકરી પાસે રહેતા જયશ્રીબેન જગદીશભાઈ ગોરી નામના મહિલાએ ત્યાં જ રહેતા મુકુલકુમારસિંહ ઉર્ફે ગૌતમસિંહ ઉમેશસિંહ કાકન સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ જયશ્રીબેનના પુત્રને શેરીના કૂતરા બાબતે ગૌતમસિંહના પત્ની સાથે ઝઘડો થયા પછી તે બાબતનો ખાર રાખી ગયા મંગળવારે બપોરે ગૌતમ ગાળો ભાંડી જયશ્રીબેનના ઘરમાં ઘૂસી ગયો હતો જ્યાં તેણે આ તરૂણ સાથે બોલાચાલી કર્યા પછી જયશ્રીબેનને ધક્કો મારી દીવાલ સાથે અથડાવ્યા હતા અને પતાવી દેવાની ધમકી આપી હતી. ગૌતમસિહે નોંધાવેલી ફરિયાદ પછી આ વળતી ફરિયાદ કરવામાં આવી છે.

લાલપુર તાલુકાના ખીરસરા ગામના રહેવાસી અને ગ્રામ પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ નાથાલાલ લાઠીયા ગઈકાલે ખીરસરા મહાદેવ મંદિર પાસે નદીના પુલના શરૂ થઈ રહેલા કામ માટે ડાયવર્ઝન કાઢવાનું હોવાથી નદીકાંઠે ગયા ત્યારે આસીફખાન દીલાવરખાન જરવાર ઉર્ફે ટીના નામના શખ્સે ડાયવર્ઝન ન કાઢવાનું કહી ધોકાથી હુમલો કરી અશ્વિનભાઈને માર માર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh