Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧૦ હજારનું ઈનામ પણ રખાયું હતું:
જામનગર તા. ૪: જામનગરના ગ્રામ્ય પંથકમાં પાંચ વર્ષ પહેલાં એક ખેતરમાં નિદ્રાધીન વ્યક્તિઓને માર મારી રૂ।.સાડા આઠેક લાખની મત્તાની લૂંટ કરાયાની ફરિયાદમાં મધ્યપ્રદેશના એક શખ્સને પકડવાનો બાકી હતો. નાસતા ફરતા આ શખ્સ સામે રૂ।.૧૦ હજારનંુ ઈનામ પણ જાહેર થયું હતું. આ આરોપીને રાજકોટ રેન્જ આઈજીની ટીમે દાહોદ ધોરી માર્ગ પરથી પકડી લીધો છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક ખેતરમાં વર્ષ ૨૦૨૧માં લૂંટનો બનાવ બન્યો હતો. રાત્રિના સમયે આ ખેતરમાં સૂતેલા લોકોને માર મારી કેટલાક શખ્સો રોકડ, દાગીના તથા અન્ય ચીજવસ્તુ મળી અંદાજે રૂ।.સાડા આઠેક લાખની મત્તાની લૂંટ કરી નાસી ગયા હતા.
આ ગુન્હાની ચાલી રહેલી તપાસમાં મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકસી તાલુકાના પીપલવા ગામના ભૂવાનસિંગ રાયસિંગ વસુનીયાનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ પોલીસને હાથતાળી આપતો રહેતો હતો અને તેને પકડવા માટે રૂ।.૧૦ હજારનું ઈનામ પણ જાહેર કરાયું હતું.
આ શખ્સના સગડ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્તરાયની ટીમના પીઆઈ આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા ચલાવી રહ્યા હતા. જેમાં સ્ટાફના કાસમભાઈ બ્લોચ, સંદીપસિંહ ઝાલા, મીતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારીને મળેલી બાતમીના આધારે આ શખ્સને દાહોદ ધોરીમાર્ગ પર રાબડાલ બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લેવાયો છે. કાર્યવાહીમાં સ્ટાફના રસીકભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિલીપસિંહ સિંધવ, દીનેશ ભાઈ ગઢવી સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial