Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પેશિયલ કેમ્પેઈન પ.૦ હેઠળ રેલવે દ્વારા
જામનગર/રાજકોટ તા. ૧૬: રાજકોટ ડિવિઝનના મોરબી અને હાપા સ્ટેશનો પર 'અમૃત સંવાદ' કાર્યક્રમ-મુસાફરો સાથે સીધો સંવાદ કરીને રેલવે સેવાઓને વધુ લકાભિમુખ બનાવવાની પહેલ થઈ છે, જો કે હાપાના બદલે જામનગરમાં આ સંવાદ યોજ્યો હોત તો ફળદાયી નિવડ્યો હોત, તેવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
મુસાફરો સાથે સીધો સંવાદ કરીને અને તેમના સૂચનો મેળવીને રેલવે સેવાઓને વધુ લોકાભિમુખ, પારદર્શી અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી 'સ્પેશિયલ કેમ્પેઈન પ.૦' અંતર્ગત આજે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં મોરબી અને હાપા રેલવે સ્ટેશનો પર 'અમૃત સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસર પર અધિકારીઓએ મુસાફરો સાથે સંવાદ સ્થાપિત કરીને સ્ટેશન પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ અને તાજેતરમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોની માહિતી વહેંચી. મુસાફરોએ 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ કરવામાં આવેલા સુધારાઓની પ્રશંસા કરી અને સુધારેલા પ્રતીક્ષા ખંડ (વેઈટીંગ રૂમ), આકર્ષક સ્ટેશન બિલ્ડિંગ, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ તથા 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' સ્ટોલની વિગતો આપી હતી.
આ સંવાદ દરમિયાન મુસાફરો પાસેથી સ્ટેશન પર મુસાફર સુવિધાઓમાં વધુ સુધારા માટે મૂલ્યવાન સૂચનો પ્રાપ્ત થયા હતાં. અધિકારીઓએ મુસાફરોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિક્તા પ્રત્યે જાગૃત કરતા રેલવેના સતત વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું.
'અમૃત સંવાદ' કાર્યક્રમ મુસાફરો અને રેલવે પ્રશાસન વચ્ચે સંવાદ અને સહયોગને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થયો છે, જે ભવિષ્યમાં રેલવે સેવાઓને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને લોકાભિમુખ બનાવવામાં સહાયક થશે.
જો કે, આ અંગે મિત્ર પ્રત્યાઘાતો સામે આવી હતી. હાપા રેલવે સ્ટેશન એ જામનગર શહેર વિસ્તાર માટેનું સ્ટેશન નથી અને જામનગર અલગ જ રેલવે સ્ટેશન છે. આમ છતાં તાજેતરમાં રેલવે અધિકારીઓએ હાપામાં મુસાફરો સાથે સંવાદ કર્યા જે કાર્યક્રમ જામનગરમાં કરવો જરૂરી હતો. હાપા એ રેલવેનો આંતરિક જરૂરિયાત વર્કશોપ, માલગાડીઓ, એન્જિન વગેરેના પાર્ક માટે જ ૧૯પ૬/પ૭ માં બનાવવામાં આવ્યું હતું.
મીટરગેજથી બ્રોડગેજમાં રૂપાંતર સમયે ઓખા-વિરમગામ-પોરબંદર, કાનાલુસ, સિકેકા એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કો હાપા સુધીનો હતો. જામનગરના નવા સ્ટેશનનું સ્થળ નક્કી થયું ન હતું.
જામનગર રેલ યાત્રિકો માટે કોઈ ધ્યાન આપતા નથી, જ્યારે તાજેતરમાં હાપામાં રેલ મુસાફરો સાથે રેલવેના અધિકારીઓએ સંવાદ કરી જરૂરી સુધારા વધારાની શું જરૂરિયાત છે તેના માટેનો કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ જામનગરમાં નહીં, અને તેની પણ અખબાર મારફત કોઈને જાણ કરવામાં આવી ન હતી. બહારગામથી આવનાર મહત્તમ મુસાફરો જામનગર રેલવે સ્ટેશને પોતાની મુસાફરી પૂર્ણ કરતા હોય તો હાપમાં શું જરૂરિયાત છે. સુવિધાની જરૂર છે તેની અન્ય શહેરના લકોને શું ખબર હોય?
હકીકતે જામનગરમાં વતનીઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરવાની જરૂરિયાત હતી તેમ જામનગર રિજિયોનલ પેસેન્જર એસોસિએશનના માનદ્ મંત્રી ચંદ્રવદન પંડ્યાએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial