Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૨૫નું ભવ્ય આયોજન

ખેલાડીઓ તા. ૩૦ ઓકટોબર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે.

સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૩૦/૧૦/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત (એમઆર), શારીરિક ક્ષતિગ્રસ્ત (ઓએચ), અંધજન. શ્રવણ મંદ અને સેરેબ્રલ પાલ્સી (સીપી) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર છે.

સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫માં વિવિધ કેટેગરી માટે વયજૂથ જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત માટે ૮ થી ૧૫ (જુનિયર, ૧૬ થી ૨૧ (સિનીયર), ૨૨ થી ઉપર (માસ્ટર), શારીરિક ક્ષતિગ્રસ્ત ૧૬ વર્ષ સુધી, ૧૬ વર્ષ થી ઉપર ૩૫ વર્ષ સુધી, ૩૫ વર્ષ થી ઉપર, બ્લાઈન્ડ કેટેગરીમાં ૧૮ વર્ષથી નીચે, ૧૮ વર્ષથી ઉપરના, શ્રવણ મંદ કેટેગરીમાં ૧૬ વર્ષ થી નીચે, ૧૬ વર્ષ થી ઉપર, ૪૫ વર્ષ થી ઉપર, સેરેબ્રલ પાલ્સીમાં ઓપન એજ વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે.

સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫ માં ઓફલાઈન રજીસ્ટ્રેશન જે-તે સંસ્થો દ્વારા કરવામાં આવશે. જેમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સર્વ શિક્ષા અભિયાન કચેરી-નવાનગર હાઈસ્કુલ, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ જામનગર, આશાદીપ વિકલાંગ ટ્રસ્ટ, દિગ્વિજય પ્લોટ-૩૨,અલ્તાફ મંજીલ, શ્રીરામ મુક બધીર શાળા-આણદાબાવા તથા ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગરમાં કચેરી સમય દરમિયાન ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે સર્ટિફિકેટનું વેરીફીકેશન બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫માં જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેથી જામનગર જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ આ સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૫માં રજીસ્ટ્રેશન કરાવવા અને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh