Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની ભાજ૫ સરકારના અંધેર વહીવટનો નાદાર નમૂનો...!
જામનગર તા. ૬: રાજ્યમાં એક તરફ ખાનગી બ્લડ બેંકોનો વ્યવસાય ધમધમી રહૃાો છે, ત્યારે બીજી તરફ નવી બ્લડ બેંકોને મંજૂરી આપવામાં સરકારની ઘોર ઉદાસીનતા અને વહીવટી શિથિલતા સામે આવી છે. વિધાનસભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પૂછવામાં આવેલા એક વેધક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, 'ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન'ની ગવર્નિંગ બોડીની ૩૧/૧૨/૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં એક પણ બેઠક યોજવામાં આવી નથી. આરોગ્ય જેવી સંવેદનશીલ બાબતે આટલા લાંબા સમય સુધી બેઠક ન મળવી એ તંત્રની કાર્યપદ્ધતિ પર મોટા સવાલો ઉભા કરે છે.
નવી બ્લડ બેંકો શરૂ કરવા માટે સરકાર સમક્ષ કુલ ૩૩ દરખાસ્તો લાંબા સમયથી પડતર છે, જેમને આરબીટીસી હેઠળ માન્યતા મળવાની બાકી છે. આ દરખાસ્તો મંજૂર ન થવા પાછળનું કારણ જણાવતા સરકારે માત્ર 'વહીવટી કારણોસર' બેઠક ન મળી હોવાનો જવાબ આપી પોતાનો બચાવ કર્યો છે. જનતાના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતી બ્લડ બેંક જેવી સુવિધા માટેની મંજૂરી માત્ર એક બેઠકના અભાવે અટકી પડી છે, જે ગંભીર બાબત છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે હવે જ્યારે પણ આ ગવર્નિંગ બોડીની બેઠક મળશે, ત્યારે જ આ ૩૩ પડતર દરખાસ્તોનો નિકાલ કરવામાં આવશે.
આ વિગતો બહાર આવતા જ રાજ્યના આરોગ્ય વિભાગ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. એક બાજુ ખાનગી બ્લડ બેંકોને છૂટો દોર મળી રહૃાો છે, ત્યારે બીજી બાજુ નવી સંસ્થાઓને માન્યતા આપવામાં થતો આ વિલંબ કોના હિતમાં છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ૨૪ મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં એક પણ બેઠકનું આયોજન ન થઈ શકવું એ વહીવટી તંત્રની નિષ્ફળતા અને લોકોના આરોગ્ય પ્રત્યેની બેદરકારી છતી કરે છે. હેમંતભાઈ ખવાના આ પ્રશ્ન બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને છેલ્લા બે વર્ષમાં એકપણ બેઠક ના બોલાવનાર તંત્રએ ટૂંક સમયમાં જ બેઠક યોજવા અંગેના ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial