Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટ-પ૮માં ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક શખ્સની ધરપકડ

ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી મળી દારૂની બોટલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં હિંગળાજ ચોક પાસેથી એક શખ્સ ગઈકાલે ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે ઝડપાઈ ગયો છે. જ્યારે મહાકાળી સર્કલ-ઢીંચડા રોડ પર એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી દારૂની એક આખી અને એક અડધી બોટલ પોલીસે કબજે કરી ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં હિંગળાજ ચોક પાસેથી ગઈકાલે સાંજે પસાર થઈ રહેલા ધવલ દીપકભાઈ જાદવ નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે રોકી લઈ તેની તલાશી લેતા આ શખસ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી ધવલ જાદવની ધરપકડ કરી છે.

જામનગરના ઢીંચડા રોડ પર મહાકાળી સર્કલ નજીક આવેલી એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દારૂની બોટલ રાખવામાં આવી હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પટેલ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડી તલાશી લીધી હતી. જેમાં દારૂની એક આખી બોટલ તથા ૩૦૦ એમએલ દારૂ ભરેલી બીજી બોટલ મળી આવતા ટ્રાન્સપોર્ટર સિદ્ધાર્થ સુરેશભાઈ ભાલોડીયાની ધરપકડ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh