Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્રજ-ગોકુળથી પ્રેરણા મેળવી ચાર દાયકાથી
ઓખા તા. ૮: ઓખાના કૃષ્ણ પાંજરાપોળ દ્વારા ચાર દાયકાથી શ્રાદ્ધપક્ષમાં સેવાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં વ્રજ-ગોકુળથી પ્રેરણા મેળવી આસપાસના અનેક ગામોમાં લાડુ જમણ કરાવાય છે.
ભગવાન શ્રીકૃષ્ણની અતિ પ્રિય એવી ગૌમાતાની સેવા કરવાથી ભગવાન અતિ પ્રસન્ન રહેતા હોય, સમગ્ર વર્ષ દરમિયાન અને ખાસ કરીને ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગૌમાતાની સેવા અને દાનપુણ્ય કરી તેનું અનેકગણું ફળ મળતું હોય, હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્ત્વ છે. આથી જ દાનપુણ્ય માટે શ્રેષ્ઠ ગણાતા શ્રાદ્ધ પક્ષમાં હિન્દુધર્મીઓ દ્વારા આ દિવસોમાં પુણ્યનું ભાથું બાંધવા વિવિધ માધ્યમોથી ઠાકોરજીની સેવા કરવામાં આવે છે. આવી જ સેવા ઓખા ગામમાં આવેલ ઓખા કૃષ્ણ પાંજરાપોળ (ગૌશાળા) ના યુવાન કાર્યકરો દ્વારા શ્રદ્ધાના દિવસોમાં ગાયોની અનોખી સેવા કરવામાં આવે છે.
આ વર્ષે પણ કૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટ, ઓખા દ્વારા તા. ૭/૯ થી ર૧/૯ સુધી અનોખી રીતે ગૌમાતાની વિશેષ સેવા કરવામાં આવી રહી છે. સામાન્ય જમણમાં મિષ્ટાન તરીકે રખાતા લાડુનું જમણ તેત્રીસ કરોડ દેવી-દેવતાનો જેમાં વાસ છે તે ગૌ માતા ગૌવંશને શ્રાદ્ધ દરમિયાન દરરોજ આશરે ચારથી પાંચ હજાર જેટલા લાડુઓ જમાડીને તેના દ્વારા ગૌસેવાના તેમજ પ્રભુસેવાનો સેવાયજ્ઞ છેલ્લા ચાર દાયકા ઉપરાંતથી ચલાવવામાં આવે છે. વ્રજ-ગોકુળથી પ્રેરણા મેળવી શરૂ કરાયેલ આ સેવાયજ્ઞને સ્થાનિય સંસ્થાની ગાયોથી શરૂ કરી જેની સફળતાથી પ્રેરાઈ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ સેવા અપનાવાઈ છે અને આજે ઓખા આસપાસના અનેક ગામડાઓમાં ગાયોને લાડુનું જમણ કરાવવામાં આવે છે.
આ વર્ષે પણ શ્રાદ્ધના દિવસોમાં ઓખા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોની ગાયોને લાડુ ખવડાવવાનો સેવાયક્ષ કરવામાં આવી રહ્યો છે. આ લાડવામાં ઘઉં, તેલ, ગોળ, ભૂસો તથા વિટામિનયુક્ત દવાઓ સાથે તૈયાર કરવામાં આવે છે, જેમાં ધૂૃળ ન લાગે તે માટે એક એક લાડુને કાગળમાં પેક કરી ગાયોને ખવડાવવામાં આવે છે. ઓખામાં ચાલતા આ અનોખા સેવાયજ્ઞમાં સ્થાનિય યુવાનો વર્ષોથી સ્વેચ્છાએ સેવા આપી ગામે ગામ આ સેવાયજ્ઞને પહોંચાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial