Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયાના બાદનપર પાસે બિનવારસુ મોટરમાંથી ૭ર બોટલ કબજેઃ
જામનગર તા. ૮: ધ્રોલના હરીપર ગામ પાસે એલસીબીએ વોચ રાખી એક ઈકો મોટરમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ સાથે પરપ્રાંતીય શખ્સની અટકાયત કરી છે. આ શખ્સે તે જથ્થો કાલાવડના સરાપાદર ગામના શખ્સે મંગાવ્યાની કબૂલાત મળી છે. જોડિયાના બાદનપર પાસે બિનવારસુ મોટરમાંથી ઈંગ્લીશ દારૂની ૭ર બોટલ મળી આવી છે.
ધ્રોલ તાલુકાના હરીપર ગામ પાસે ગઈકાલે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, દિલીપભાઈ તલાવડીયા, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા સહિતના સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૧-કેક્યુ ૩૭૯૯ નંબરની ઈકો મોટર પસાર થઈ હતી. તેને રોકાવી એલસીબીએ ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની દિલીપ કેન્દુભાઈ બામણીયા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. દારૂ, એક મોબાઈલ, ઈકો મોટર મળી રૂ.૩,૩૩,૩૬૮નો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીએ કાલાવડના સરાપાદર ગામના શક્તિસિંહ જાડેજાએ દારૂ મંગાવ્યાની અને દારૂનો આ જથ્થો મધ્યપ્રદેશના ભાભર ગામમાંથી ભરીને આવ્યાની કબૂલાત કરી છે.
જોડીયા તાલુકાના બાદનપર ગામ પાસે આવેલા એક મંદિરથી ભાદરા ગામ તરફ જવાના વાડી વિસ્તારના કાચા રસ્તા પર એક મોટર બિન વારસુ પડી હોવાની બાતમી જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા શનિવારે બપોરે પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો.
આ સ્થળેથી જીજે-૧૨-એકે ૭૩૯૩ નંબરની સ્વીફ્ટ મોટર મળી આવી હતી. પોલીસે તે મોટર ખોલીને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૭૨ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા રૂપિયા ૨,૦૦,૦૦૦ની મોટર કબજે કરી આ મોટરના ચાલક તથા માલિકની શોધ શરૂ કરી છે.
જામજોધપુરના ગીંગણી જકાતનાકા પાસેથી શનિવારે રાત્રે પસાર થતાં ભરતભાઈ છગનભાઈ ગોર નામના એક શખ્સને પોલીસે રોકી ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી.
જામનગરના ઓશવાળ હોસ્પિટલ રોડ પરથી ગઈરાત્રે જઈ રહેલા વૈશાલીનગરવાળા અશ્વિન નાથાભાઈ પરમાર નામના શખ્સને પોલીસે રોકી ચેક કરતા તેની પાસેથી દારૂની અડધી બોટલ મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial