Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૫ થી ૪પ ટકા તોતીંગ ફી વધી
જામનગર તા.૩: જામનગરના લીમડાલાઈન સ્થિત એસવીએમ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ ફી માં તોતીંગ વધારો કરાયો છે. ઉપરાંત સ્કૂલ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને લીવીંગ સર્ટિફિકેટ લઈ જવાનું જણાવવામાં આવે છે. આ ઉપરાંત પણ અનેક મુદ્દાઓ સંબંધે ગઈકાલે એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જામનગરમાં એનએસયુઆઈના શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાની આગેવાની હેઠળ વાલીઓને સાથે રાખીને ગઈકાલે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જામનગરની એસવીએમ સ્કૂલમાં ફી માં વધારો કરવામાં આવ્યો છે, નર્સરીથી ધો. ૧૦ સુધીના ધોરણમાં ૩પ થી ૪પ ટકા નો ફી માં વધારો કરાયો છે.
આ ફી વધારા અંગે યોગ્ય કારણો આપવામાં આવ્યા નથી. ફી અલગ-અલગ ભાગમાં વસુલવામાં આવે છે. એક ભાગ કાયદેસર ફી અને બીજો ભાગ ડોનેશન સ્વરૂપે વસુલવામાં આવે છે. તેવો આક્ષેપ આ રજૂઆતમાં કરાયો છે. શાળા દ્વારા સંપૂર્ણ કેમ્બ્રીજ પાઠય હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ હકીકતે માત્ર એક જ પુસ્તક કેમ્બ્રીજનું છે. જ્યારે બાકીના આઠ પુસ્તકો સ્થાનિક પ્રકાશકોના છે.
આ વાલીઓને ભ્રામક માહિતી આપવાનો ગંભીર ગુન્હો છે. સ્કૂલ દ્વારા ડે-સ્કૂલ સીસ્ટમ ફરજીયાત બનાવવામાં આવી છે. જેની કોઈ જરૂરિયાત નથી. આવો નિર્ણય લેતા પહેલા વાલીઓની સંમતિ લેવામાં આવી નથી.
શાળાના કેમ્બ્રીજ સેન્ટર્સના શિક્ષકોને ૬ માસથી વધુનો અનુભવ જણાતો નથી. આમ શિક્ષણની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
આ મુદ્દાઓ અંગે વાલીઓ અને સ્કૂલ એડમીનીસ્ટ્રેશન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ડો. હેમાંગ પારેખ દ્વારા વાલીઓને જણાવ્યું હતું કે, જો સ્કૂલની નીતિ સામે સહમત ન હોય તો બાળકનું લીવીંગ સર્ટિફિકેટ લઈ જવું. આ તમામ મુદ્દે યોગ્ય પગલા લેવામાં આવે તે જરૂરી છે. જરૂર પડ્યે શિક્ષણાધિકારી કચેરીમાં આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial