Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૩: જામનગરમાં ઉદ્યોગનગરમાં પેઢી ચલાવતા એક આસામીએ રૂ।.૪,૨૩, ૬૫૭નો પિત્તળનો ભંગાર ખરીદી તેની ચૂકવણી માટે આપેલો ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી વેપારીને એક વર્ષની કેદની સજા ફટકારી ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.
જામનગરમાં વિવેક મેટલ કોર્પોરેશન નામની પેઢી ચલાવતા પ્રકાશભાઈ કાંતિલાલ નંદા પાસેથી ઉદ્યોગનગરમાં આશુતોષ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા તેજીન્દરસિંઘ પ્રિતપાલસિંઘ બજાજે રૂ।.૪,૨૩,૬૫૭ની કિંમતના પિત્તળના ભંગારની ખરીદી કરી હતી.
તેની રકમ ચૂકવવા માટે તેજીન્દરસિંઘે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા પ્રકાશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી તેજીન્દરસિંઘ પ્રિતપાલસિંઘ બજાજને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે છે. રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ચાર મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ નિખીલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial